અમદાવાદઃ અમદાવાદ શહેરના CTM ચાર રસ્તા પાસે આવે BRTS બસસ્ટેન્ડમાં થયેલા હુમલામાં એક કર્મચારીનું મોત થયું છે. ચાર દિવસ પહેલા BRTS ટ્રેક ન ખોલતા 5 શખ્શોએ સુપરવાઇઝર સહિત ત્રણ લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત કર્મચારી જતીન પરમારનું મોત થતાં મામલો (BRTS Injured Employee Dies ) હવે હત્યામાં (Ahmedabad Crime 2022) પરિણમ્યો છે.
![5 શખ્સોએ છરીથી કરેલા હુમલામાં કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14313073_dead.jpg)
આ પણ વાંચોઃ Attack on Police in Ahmedabad: નરોડામાં એવું તે શું થયું બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા, જુઓ
LG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
શહેરમાં અવારનવાર ચોરી લૂટ ફાટ અને મારામારીની ઘટના સામે આવતી રહે છે. જ્યારે અમદાવાદમાં BRTS કર્મી પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. જે લોકોને સારવાર અર્થે LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન એક કર્મચારીનું મોત (BRTS Injured Employee Dies ) નીપજ્યું છે અને બે કર્મચારી હાલ સારવાર હેઠળ છે. આ અંગે રામોલ પોલીક મથકમાં (Ahmedabad Crime 2022)ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચોઃ Dhandhuka Murder Case: ફેસબૂક પોસ્ટને લઈને કરાયેલી હત્યામાં બે સાથે મુખ્ય આરોપીની પણ કરાઈ ધરપકડ
ગઈકાલે કર્મચારીઓએ બસો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો
આ મામલે BRTS ના કર્મચારીઓએ બસો થોભી ટ્રાફિક જામ કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો.જે પાંચ જેટલા શખ્સોએ છરી વડે (BRTS Injured Employee Dies ) હુમલો કર્યો હતો તે આરોપીઓને (Ahmedabad Crime 2022) પકડવા માટે પોલીસે ટીમો કામે લગાડી છે.