ETV Bharat / city

અમદાવાદમાં BRTS બસનો ગંભીર અકસ્માત, બસના થયા બે ભાગ - અમદાવાદ કોરોના

શહેરમાં BRTSના બસ ડ્રાઈવરો બેફામ બની બસ ચલાવી રહ્યા છે. શહેરની પરિવહન સેવામાં સવારી કરવા માટે જીવનું જોખમ લેવું પડે છે. બસ ડ્રાઈવરોની બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે 9 ડિસેમ્બરે શહેરના અખબારનગર અન્ડરબ્રિજની દિવાલમાં બસ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં. આ ઘટનામાં ડ્રાઈવર સહિત 5 લોકોને ઈજા પહોંચી છે.

અમદાવાદમાં BRTS બસનો અકસ્માત, બસના થયા બે ફાડિયા

author img

By

Published : Dec 9, 2020, 4:34 PM IST

Updated : Dec 10, 2020, 7:24 AM IST

  • અમદાવાદમાં વધુ એક BRTS બસનો અકસ્માત
  • અન્ડરબ્રિજની દિવાલમાં બસ ઘૂસી જતાં થયા બે ભાગ
  • અકસ્માતમાં ડ્રાઇવરને પહોંચી ગંભીર ઇજા

અમદાવાદઃ શહેરમાં BRTSના બસ ડ્રાઈવરો બેફામ બની બસ ચલાવી રહ્યા છે. શહેરની પરિવહન સેવામાં સવારી કરવા માટે જીવનું જોખમ લેવું પડે છે. બસ ડ્રાઈવરોની બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે 9 ડિસેમ્બરે શહેરના અખબારનગર અન્ડરબ્રિજની દિવાલમાં બસ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં. આ ઘટનામાં ડ્રાઈવર સહિત 5 લોકોને ઈજા પહોંચી છે.

BRTS બસનો ગંભીર અકસ્માત
BRTS બસનો ગંભીર અકસ્માત

ટુ-વ્હિલર ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત

મળતી વિગતો અનુસાર બુધવારે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અંડરબ્રિજ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે એક ટુ વ્હીલર ચાલકો વચ્ચે આવ્યો હોવાથી તેમને બચાવવા જતાં અકસ્માત થયો હતો. પરંતુ સદનસીબે બસમાં બે ચાર લોકો જ સવાર હોવાથી તેઓને ઈજાઓ પહોંચી હતી. જોકે બસમાં વધુ લોકો સવાર હોત તો કોઈનું મોત થવાની શક્યતા હતી. જો કે બસના દ્રશ્ય જોઈ લાગી રહ્યું છે કે, જે પ્રકારનો ગંભીર અકસ્માત થયો છે ત્યારે આગામી ક્યા પ્રકારના પગલાં લેવામાં આવશે તે પણ જોવાનું મહત્વનું છે.

અમદાવાદમાં BRTS બસનો અકસ્માત, બસના થયા બે ફાડિયા
બસ ડ્રાઈવરને ગંભીર ઈજા

અગાઉ પણ કોર્પોરેશનની જાહેર પરિવહન સેવાના અકસ્માતોના બનાવો સામે આવ્યા છે. ત્યારે 9 ડિસેમ્બરના રોજ વધુ એક BRTS બસનો અકસ્માત થયો છે. આ અકસેમાતમાંં ડ્રાઈવરને ગંભીર ઇજા પહોંચી છે. બસ ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થેે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બસ ડ્રાઈવરને ગંભીર ઈજા
બસ ડ્રાઈવરને ગંભીર ઈજા

કોરોનાને કારણે બસમાં પેસેન્જર ઓછા

BRTS બસ શાસ્ત્રીનાગરથી રાણીપ તરફ જઈ રહી હતી. કોરોના વાઇરસને કારણે પણ 50 ટકા કેપેસિટીએ બસ ચાલી રહી હતી.

BRTS બસના અકસ્માતના લાઇવ દ્રશ્યો

અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા

અકસ્માતની ઘટનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાથે-સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સંપૂર્ણ ઘટનાને લઇને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શા કારણે ઘટના બની ? તેમાં ખરેખર સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું કે કેમ ? વગેરે બાબતોને લઇને તપાસ કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓએ હજી સુધી કોઇપણ વક્તવ્ય પ્રતીક્રિયા આપી નથી.

Last Updated : Dec 10, 2020, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.