ETV Bharat / city

નોબલનગરમાં સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી - અમદાવાદ ન્યૂઝ

રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાં જ પોલીસે લોકો પાસે દંડ ઉઘરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં કુબેરનગરથી નોબલનગર સાંઈબાબા મંદિર રોડ પર ટ્રાફિક પોલીસની દંડ અને ખોટી રીતે રોકી હેરાનગતિ મામલે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસકર્મીએ વાહનચાલકને રોકી અને માર માર્યો હોવાના આક્ષેપો થયા હતા.

સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી
સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી
author img

By

Published : Mar 2, 2021, 10:26 AM IST

  • નોબલનગરમાં સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી
  • પોલીસે દારૂ પીધેલી હાલતમાં યુવકને માર માર્યો તેવો આક્ષેપ
  • પોલીસ દારૂ પીધેલી હાલતમાં ન હતા-DCP

અમદાવાદ: પોલીસે લોકો પાસે દંડ ઉઘરાવવાની કામગીરી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ લોકો પાસેથી ખોટી રીતે દંડ વસુલતા હોવાની ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી પણ ત્યાં પહોંચ્યા હતા. બલરામ થાવાણીએ આક્ષેપ કર્યો છે કે, ચાર પોલીસવાળા દારૂ પીધેલી હાલતમાં હતા. દારૂ પી અને ડયુટી કરે છે તે ખોટું છે. આ મામલે ETV bharatએ ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે, પોલીસવાળા પીધેલી હાલતમાં ન હતા, પરંતુ જે રીતે માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે ફરિયાદીની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ

કુબેરનગર ITI ટર્નીંગ પર, એરપોર્ટ અને કુબેરનગર વાળા રોડ ઉપર પોલીસ લોકોને લાઈસન્સનાં નામે ખોટી રીતે પજવણી કરે છે તેવો લોકોએ આક્ષેપ કર્યો છે ત્યારે એક વાહનચાલક જ્યારે ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને રોકી લાયસન્સ માગતા યુવકે લાયસન્સ આપ્યું હતું. ડીજી લોકરમાં લાયસન્સ બતાવતા તેણે બીજા પોલીસવાળાને બતાવવાનું કહ્યું હતું. તેણે અન્યને બતાવવાનું કહેતા યુવકે કેટલાને લાયસન્સ આપું કહ્યું હતું. જેથી પોલીસકર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને માર મારવા લાગ્યા હતા તેવો આક્ષેપ યુવકે કર્યો હતો. જ્યાં સુધી તેને બીજા લોકોએ આવીને ના છોડાવ્યો ત્યાં સુધી માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ બાબતે પોલીસ વધુ તપાસ હાથ ધરશે

આ સમગ્ર મામલે dcp એ દારૂ પીધેલી હાલતમાં પોલીસ હતી તે આક્ષેપોને ફગાવ્યા હતા. અને પોલીસે માર માર્યો છે કે નહીં તે મામલે ફરિયાદીની ફરિયાદના આધારે તાપસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.