ETV Bharat / city

સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ - Illegal activities in Rojid village

બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે હવે સરપંચે (Botad Lathakand Case) મોટો ખૂલાસો કર્યો છે. સરપંચે ત્રણ મહિના પહેલા પોલીસ સ્ટેશનને (Sarpanch Letter to Police) લખેલો પત્ર સામે આવતા ફરી એક વાર ખળભળાટ મચ્યો છે.

સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ

author img

By

Published : Jul 26, 2022, 8:25 AM IST

Updated : Jul 26, 2022, 10:22 AM IST

બોટાદઃ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી કુલ 15 લોકોના મોત થયા છે. જ્યારે મૃત્યુઆંક 22એ પહોંચ્યો હોવાની આશંકા છે. આ લઠ્ઠાકાંડના કારણે જિલ્લા તંત્ર, પોલીસ અને સરકાર પણ દોડતી થઈ છે. તેવામાં હવે બોટાદના સરપંચનો એક લેટર સામે (Sarpanch Letter to Police) આવ્યો છે. આ લેટર તેમણે આજથી ત્રણ મહિના પહેલા 4 માર્ચે બરવાળા પોલીસ સ્ટેશનને લખ્યો હતો. તેમાં તેમણે રોજીદ ગામમાં દારૂના વેચાણ અંગે પોલીસને જાણ કરી હતી. તેમ છતાં પોલીસ ત્રણ મહિના સુધી ચૂપ રહી અને કંઈ જ (Police silenced on Sarpanch Letter) ન કર્યું, જેનું પરિણામ આવ્યું આ લઠ્ઠાકાંડ.

સરપંચે પોલીસને ચેતવી હતી
સરપંચે પોલીસને ચેતવી હતી

આ પણ વાંચો- રાજ્યમાં ફરી લઠ્ઠાકાંડ, 3 જિલ્લાના 40થી વધુ લોકોને અસર 15ના મોત

સરપંચે પત્રમાં કરી હતી રજૂઆત - ગામના સરપંચે પોલીસને લખેલા પત્રમાં લખ્યું હતું કે, રોજીદ ગામમાં દારૂનું બેફામ (Alcohol sell in Rojid Village) અને ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તેના કારણે ગામમાં ભયનો માહોલ ઊભો થયો છે. અહીં દારૂ પીને અસામાજિક તત્વો બેફામ અપશબ્દો અને મહિલાઓની છેડતી કરે છે. તેમ જ લોકો સાથે ઝઘડા કરે છે. તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (Illegal activities in Rojid village) બંધ કરવામાં નહીં આવે તો અનિચ્છનીય બનાવ બની શકે છે. તેમના આ પત્રના ત્રણ મહિના દરમિયાન પણ પોલીસે કોઈ જ પગલાં ન લેતા લઠ્ઠાકાંડ સામે આવ્યો છે.

આ પણ વાંચો-ડ્રાય સ્ટેટ બિહારમાં લઠ્ઠાકાંડ: અત્યાર સુધીમાં 32ના મોત, ગોપાલગંજમાં પરિવારે ગુપ્ત રીતે કર્યા અંતિમ સંસ્કાર

મહિલાઓ પણ બાકાત નથી - આ લઠ્ઠાકાંડમાં મહિલાઓ પણ બાકાત નથી રહી. આપને જણાવી દઈએ કે, આજથી 13 વર્ષ પહેલા વર્ષ 2009માં અમદાવાદમાં પણ આવો જ લઠ્ઠાકાંડ સામે (Botad Lathakand Case) આવ્યો હતો. જોકે, આ લઠ્ઠાકાંડ બાદ બોટાદ જિલ્લાનો સૌથી મોટો લઠ્ઠાકાંડ સામે આવ્યો છે.

Last Updated : Jul 26, 2022, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.