અમદાવાદ: બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને સમગ્ર રાજ્યને ગજવી (Botad Latthakand Case) મૂક્યું છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. બીજી તરફ 22 લોકોના મૃત્યુ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ કથિત લઠ્ઠાકાંડની તપાસમાં હવે ગુજરાત ATS પણ જોડાઈ છે. જોકે, પોલીસે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની તાત્કાલિક ધરપકડ કરી હતી, પરંતુ હવે આ લઠ્ઠાકાંડ કેસમાં નવો ખૂલાસો થયો છે. તેમ મુજબ દેશી દારૂમાં મિથેનોલના કારણે (Supply of methanol from Ahmedabad) દારૂ ઝેરી બની ગયો હતો અને તે પીવાના કારણે આ લોકોના મોત થયા હતા.
અમદાવાદની કંપનીએ સપ્લાય કર્યું કેમિકલ - ATSના સૂત્રોના મતે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદની એક ખાનગી કંપનીમાંથી કેમિકલ સપ્લાય (Supply of toxic chemicals from Ahmedabad) થયું હતું. આ કેમિકલ બરવાળાના ચોકડી ગામના પિન્ટુ નામના શખ્સે લીધું હોવાનું સામે આવ્યું છે. અહીં બરવાળા ખાતે જ દારૂ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રોજીદ ગામમાં વેચવામાં આવતો હતો. આ ઉપરાંત અમદાવાદના ગ્રામ્યના આકરુ અને ઉછડી ગામમાં પણ આ દારૂનો સપ્લાય થતો હતો. તો બોટાદના અન્ય 2 ગામોમાં દારૂ સપ્લાય થયો હોવા અંગે ATS તપાસ કરી રહી છે.
પિન્ટુ નામનો શખ્સ કરતો લઠ્ઠાનો વેપાર - ATSના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાંથી સપ્લાય થયેલા કેમિકલમાંથી બરવાળાના ચોકડી ગામમાં પિન્ટુ નામના શખ્સે લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજિદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. જે 15 વ્યક્તિના મૃત્યુ થયા છે. તે તમામ લોકો આ ગામોના હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હજુ પણ ATSએ કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બૂટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ લઠ્ઠાકાંડની તપાસમાં જોડાઈ છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.
આ પણ વાંચો- સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ
ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ - તો ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે (Ahmedabad Crime Branch) દારૂ બનાવનારને કેમિકલ આપનારા મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. આ ઉપરાંત દારૂ બનાવનારા આરોપીનો સ્વજન જ કેમિકલ સપ્લાય કરતો હતો. ઉલ્લેખનીય છે કે, દેશી દારૂમાં મિથેનોલના (Supply of methanol from Ahmedabad) કારણે દારૂ ઝેરી થઈ ગયો હતો અને તેને કારણે મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો- ગુજરાતમાં નશાબંધી હોવા છતાં દારૂ વેચાય છે, પોરબંદર એરપોર્ટ પર કેજરીવાલે આપ્યુ નિવેદન
ભાવનગર અને બોટાદમાં દર્દીઓ સારવાર હેઠળ - જોકે, કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે પોલીસે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની તાત્કાલિક ધરપકડ કરી હતી. જોકે, આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે.
સરપંચે ચેતવ્યા પણ પોલીસ ઊંઘતી રહી - બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે, રોજિદ ગામના સરપંચે ત્રણ મહિના અગાઉ પોલીસને આ બાબતની જાણ કરી હતી. તેમ છતાં પોલીસ ત્રણ મહિના સુધી ઊંઘતી જ રહી. ત્યારે શું પોલીસ અને બૂટલેગરોની સાંઠગાંઠ હતી કે તે હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.