- કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો
- બોપલ હોટસ્પોટ બનવા તરફ
- બોપલમાં 260 ઘરના 947 લોકો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
અમદાવાદ: મનપા દ્વારા જાહેર કરવામાં આવતાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારની રવિવારની યાદીમાં ગાલા આરયા સોસાયટીમાં કુલ 260 ઘરના 780 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. તો છેલ્લા પાંચ દિવસમાં બોપલ વિસ્તારમાંથી 304 ઘર અને 947 લોકોને માઈક્રોકન્ટેન્ટ ઝોનમાં મૂકાયા છે.
આ પણ વાંચો : સુરતમાં છેલ્લા 24 કલાકમાં 483 કેસ નોંધાયા
બોપલ વિસ્તારમાં આવેલા સ્વાતિ ફ્લોરેન્સના 24 ઘર માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
5 દિવસ પહેલા એટલે કે 17 માર્ચે સાઉથ બોપલની સ્વાતિ ફ્લોરેન્સ સોસાયટીના બી બ્લોકના 5, 7 અને 13માં માળ પર 12 ઘરના 47 લોકોને જ્યારે આરોહી ક્રેસ્ટના એસ બ્લોકના 7માં ફ્લોરના 4 ઘરના 17 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ 18 માર્ચે પણ સ્વાતિ ફ્લોરેન્સના 1 બ્લોકના 3 અને 4 નંબરના ફ્લોર પરના 8 ઘરના 31 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ 19મી માર્ચે પણ સ્વાતિ ફ્લોરેન્સના ઈ બ્લોકના 7માં ફ્લોર પરના 4 ઘરના 14 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં હતા. જ્યારે ગાર્ડન રેસિડન્સીના 2ના જી બ્લોકના બીજા માળ પર 4 ઘરના 17 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. આમ ત્રણ દિવસમાં સ્વાતિ ફ્લોરેન્સના 24 ઘરના 92 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા.
ગાલા આરિયાના Aથી E સુધીના બ્લોક માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન
જ્યારે 20 માર્ચના રોજ સાઉથ બોપલની ગાલા આરિયા સોસાયટીના બી બ્લોકના 8માં માળના 4 ઘરના 13 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ ઓર્ચિડ પેરેડાઈઝના એ બ્લોકના ચોથા માળના 4 ઘરના 15 લોકોને માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે 21મી માર્ચે ગાલા આરિયાના Aથી લઈને E સુધીના બ્લોકના કુલ 260 ઘરના 780 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આમ ગાલા આરિયામાં બે દિવસમાં કુલ 264 ઘરના 793 લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
અઠવાડિયામાં 29 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા
મહિનામાં દરરોજ ત્રણથી ચાર કેસ નોંધાતા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ અઠવાડિયામાં 29 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને કુલ કેસ 50થી વધુ હતા.
5 દિવસમાં બોપલમાં નોંધાયેલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન
તારીખ | ઘર | લોકો |
17 માર્ચ | 16 | 64 |
18 માર્ચ | 8 | 31 |
19 માર્ચ | 8 | 31 |
20 માર્ચ | 8 | 28 |
21 માર્ચ | 264 | 793 |
કુલ | 304 | 947 |
આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1640 કેસ નોંધાયા, 4 લોકોના મોત