ETV Bharat / city

Champaran Satyagraha book : આ પુસ્તક છે 7000 ખેડૂતો પરના ત્રાસની જુબાની, જાણો કોણે અને ક્યાં કર્યું લોન્ચ - National Archives of India

અમદાવાદમાં નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા (National Archives of India )અને નવજીવન ટ્રસ્ટે (Navjivan Trust) ચંપારણ સત્યાગ્રહ વિશે પુસ્તક ( Champaran Satyagraha book ) અને અભિલેખ પાતાળ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ પુસ્તક જેઓ આર્કાઈવ્સમાં રસ ધરાવે છે તેમના માટે અને રિસર્ચ ફેલો છે તેમને આ પુસ્તક ઇતિહાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે. કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યપ્રધાન અર્જુન રામ મેઘવાલે 'ચંપારણ સત્યાગ્રહ'ના પુસ્તકનું વિમોચન કર્યું હતું.

Champaran Satyagraha book : આ પુસ્તક છે 7000 ખેડૂતો પરના ત્રાસની જુબાની, જાણો કોણે અને ક્યાં કર્યું લોન્ચ

author img

By

Published : Jun 20, 2022, 5:33 PM IST

અમદાવાદ - દેશને સ્વતંત્ર થયાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા(રાષ્ટ્રીય અભિલેખાગાર) દ્વારા ત્રણ પુસ્તકો અને ઉપરાંત ‘અભિલેખ પટલ’ નામની એપ લોન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યપ્રધાન અર્જુન રામ મેઘવાલ (Union Minister of State for Culture Arjun Ram Meghwal ) દ્વારા સોમવારે અહીં 'ચંપારણ સત્યાગ્રહ' પુસ્તકનું વિમોચન ( Champaran Satyagraha book ) કર્યું હતું. ચંપારણ સત્યાગ્રહ વિશે આધિકારીક માહિતી આપતાં આ પુસ્તકમાં 7,000 ખેડૂતો પરના ત્રાસની પોતીકી જુબાની છે. 'થમ્બ પ્રિન્ટ-ચંપારણ ઈન્ડિગો પીઝન્ટ્સ સ્પીક ટુ ગાંધી, વોલ્યુમ-1' ખેડૂતોની જુબાનીઓ રજૂ કરે છે અને ગળીની ખેતી કરતાં ખેડૂતોની સ્થિતિ અને ગાંધીના ચંપારણ સત્યાગ્રહના નિર્માણ વિશે સમૃદ્ધ જાણકારી આપે છે. આ પુસ્તક નવજીવન પ્રેસ દ્વારા છાપવામાં આવ્યું છે, જેમાં નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પૂરા પાડવામાં આવેલ વોલ્યુમ માટેના આર્કાઈવલ દસ્તાવેજો છે.

કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યપ્રધાન અર્જુન રામ મેઘવાલે 'ચંપારણ સત્યાગ્રહ'ના પુસ્તકનું વિમોચન કર્યું

હેન્ડબુક પણ લોન્ચ કરી - કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યપ્રધાન અર્જુન રામ મેઘવાલે (Union Minister of State for Culture Arjun Ram Meghwal ) 'રિપેર એન્ડ પ્રિઝર્વેશન ઓફ રેકોર્ડ્સ' નામની હેન્ડબુક પણ લોન્ચ કરી છે. 'Repair and Preservation of Records;, તેમજ મોબાઈલ એપ 'અભિલેખ પાતાળ' અને તેનું વેબ પોર્ટલ ડિજિટાઈઝ્ડ રેકોર્ડના 3.3 મિલિયન પેજની ઓનલાઈન ઍક્સેસ માટે એડવાન્સ સર્ચને આવરી લે છે તેને પણ લોન્ચ કર્યાં હતાં. મેઘવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ચંપારણ મહાત્મા ગાંધીની પ્રથમ પ્રયોગશાળા બની હતી. ચંપારણમાં જ ગાંધીજીએ સ્વચ્છતાનું કાર્ય હાથ ધર્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે મહાત્માએ ખેડૂતોના શરીર, મન, બુદ્ધિ અને આત્માનો ઉપયોગ કરીને તેમને અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલી ગળીનીખેતીનો વિરોધ કરવા માટે એકસાથે લાવ્યા હતાં. નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા અને નવજીવન ટ્રસ્ટે એક પુસ્તક અને અભિલેખ પાતાળ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ પુસ્તક ( Champaran Satyagraha book ) જેઓ આર્કાઈવ્સમાં રસ ધરાવે છે, રિસર્ચ ફેલો જેમને ઈતિહાસમાં રસ છે તેમના માટે ( Champaran Satyagraha book ) મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા જે ત્રણ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ છે : ‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’, બીજું ‘રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ’ અને ત્રીજું ‘અભિલેખોં કા પરિરક્ષણ ઓર પ્રતિસંસ્કાર’. આ ત્રણેય પુસ્તકોનું વિમોચન કેન્દ્રીય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક પ્રધાન અર્જુન રામ મેઘવાલ દ્વારા કરવામાં આવ્યા હતું. એપનું લોન્ચિંગ પણ અર્જુન રામ મેઘવાલે કર્યુ હતું.

આ પણ વાંચોઃ Raja Ravi Varma Festival 2022: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'રાજા રવિ વર્મા મહોત્સવ'નો આજથી પ્રારંભ

સૌથી મોટો ખેડૂત આર્કાઇવ દસ્તાવેજ -પુસ્તકના ( Champaran Satyagraha book ) સંપાદકો પૈકીના એક ત્રિદીપ સુહૃદે જણાવ્યું હતું કે, જો પુસ્તકના તમામ આઠ ખંડ પ્રકાશિત થાય તો આ સૌથી મોટો ખેડૂત આર્કાઇવ દસ્તાવેજ બની જશે.તેમાં 7,000 ખેડૂતોની યાતનાની વાર્તા છે. કારણ કે હું ઐતિહાસિક લેખન સાથે સંકળાયેલો છું, હું જાણું છું કે જો આપણે આ આઠ ગ્રંથો સ્થાપિત કરી શકીશું, તો આ સૌથી મોટો ખેડૂત આર્કાઇવ દસ્તાવેજ બની જશે. નવજીવન ટ્રસ્ટ અને નેશનલ આર્કાઇવ્સ ઘણું બધું છે. તેને પ્રકાશિત કરવા માટે વધુ પ્રતિબદ્ધ, છીએ.અન્ય ક્યાંય કોઈ મુદ્દા પર 7,000 ખેડૂતોનું નિવેદન તેમની પોતાની જુબાની દ્વારા દેખાયું નથી, ન તો યુરોપ, ભારત, લેટિન અમેરિકા કે આફ્રિકામાં," તેમણે ઉમેર્યું હતું કે( Champaran Satyagraha book ) વોલ્યુમ શક્ય ન હતું પરંતુ નેશનલ આર્કાઇવ્ઝ જેવી સંસ્થાથી આ શક્ય બન્યું છે. સાત હજાર દસ્તાવેજો વિદ્વાનોને આ આશા સાથે સોંપવામાં આવ્યા છે કે તેનો દુરુપયોગ નહીં થાય, અમે તેના ઉપયોગ વિશે નૈતિક બનીશું, તે કંઈક છે જે નેશનલ આર્કાઇવ્ઝ 125 વર્ષથી કરી રહ્યું છે," એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારત 2025 સુધી ટીબીથી મૂક્ત થઈ જશેઃ અર્જુન મેઘવાલ

4.5 કરોડ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન - નેશનલ આર્કાઇવ્ઝ ડાયરેક્ટર જનરલ ચંદન સિન્હાએ આ અવસરે ( Champaran Satyagraha book ) જણાવ્યું હતું કે સંસ્થાએ મોટા પાયે ડિજિટાઇઝેશન હાથ ધર્યું છે. પોર્ટલ અભિલેખા પાતાળમાં અત્યાર સુધીના તમામ કેટલોગનો અડધો ભાગ છે. રાષ્ટ્રીય આર્કાઇવ્ઝે તેના દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન પણ હાથ ધર્યું છે, અને 18 કરોડમાંથી અત્યાર સુધીમાં 4.5 કરોડ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

શાહિદ અમીન અને મેઘા તોડી 'થમ્બ પ્રિન્ટ ચંપારણ ઈન્ડિગો પીઝન્ટ્સ સ્પીક ટુ ગાંધી વોલ્યુમ 1' ના અન્ય બે ( Champaran Satyagraha book ) સંપાદકો છે.

પુસ્તકમાં શું છે ? -‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’નામનું પુસ્તક ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગળીની ખેતી કરનારાં ખેડૂતોનું ગાંધીજી, રાજેન્દ્રપ્રસાદ અને તેમના અન્ય સાથીઓને આપેલી જુબાનીઓનું દસ્તાવેજીકરણ સ્વરૂપ છે. આવી સાતેક હજાર ખેડૂતોનું જુબાનીઓ રાષ્ટ્રિય અભિલાગારમાં સુરક્ષિત છે. તે પૈકી ત્રણસો જેટલી આ પ્રથમ ખંડમાં સમાવવામાં આવી છે. આ પુસ્તક ગળી ખેડૂતોના જુબાનીથી ચંપારણ સત્યાગ્રહની વધુ સૂક્ષ્મ બાજુ રજૂ કરી આપે છે. ખેડૂતોની આ જુબાનીથી જ તેમને ન્યાય અપાવવા ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ કરવા પ્રેરાયા હતા. જુબાનીઓ મૂળ ભોજપુરીમાંથી ત્યાં ને ત્યાં જ અંગ્રેજીમાં અનુવાદ કરીને રેકોર્ડ બનાવવાવાળી વકીલોની ફોજમાં એક નામ બાબુ રાજેન્દ્રપ્રસાદ પણ હતું. જેઓ આગળ ચાલીને હિન્દુસ્તાનના પહેલા રાષ્ટ્રપતિ થયા. ચંપારણમાં તીનકઠીયા પ્રથાથી પીડિત ગળીની ખેતી કરતા ખેડૂતોની દર્દનાક સ્થિતિનું તાદૃશ ચિત્ર ખડું કરે છે. ચંપારણ સત્યાગ્રહના અભ્યાસમાં આ પુસ્તક અનિવાર્ય બની રહેશે. નવજીવન પ્રકાશિત આ પુસ્તક ઇતિહાસકાર શાહિદ અમીન, પ્રો. ત્રિદીપ સુહૃદ અને મેઘા તોડી દ્વારા સંપાદિત છે.

રીપેર એન્ડ પ્રિવેંશન ઓફ રેકોર્ડસ -‘રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ’નામનું પુસ્તક એક ઉપયોગી પુસ્તક છે. જેથી દસ્તાવેજીકરણના આયોજનનો બહોળો ખ્યાલ આપે છે. અને આવા દસ્તાવેજો સુરક્ષિત રીતે સચવાય તે અર્થે તેમાં આવતી સમસ્યાનો ઉકેલ પણ આપે છે. આ પુસ્તકમાં દસ્તાવેજ થયેલાં સંગ્રહની સાચવણી, સમયાંતરે ઉપયોગ, પ્રદર્શની અને એક સ્થળેથી બીજી જગ્યાએ કેવી રીતે મોકલી શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે. સાથે સાથે આ પુસ્તક આ પ્રક્રિયાઓમાં પડતી મુશ્કેલીઓના ઉપાયો પણ સૂચવે છે.

રાષ્ટ્રીય અભિલેખાગારનું વેબ પોર્ટલ -રાષ્ટ્રીય અભિલેખાગાર (નેશનલ આર્કાઇવ્સ ઑફ ઈન્ડિયા) પોતાના વેબપોર્ટલ https://www.abhilekh-patal.in/jspui/ની મોબાઈલ એપ્લિકેશન ‘અભિલેખ પટલ’નું પણ ઉદ્ઘાટન થયું હતું. ‘અભિલેખ પટલ’ દ્વારા અભિલેખાગારના 33 લાખ પાનાંઓમાં ઇન્ફર્મેશન સર્ચ કરી શકાશે. એમાં દૈનિક 40,000 પાનાંઓ ઉમેરાઈ રહ્યા છે. એપ્લિકેશનમાં 27 લાખથી પણ વધુ રેફરન્સ મીડિયાનો સંગ્રહ પ્રાપ્ય થશે. જેને અત્યાર સુધી 202 દેશોના 10,000થી પણ વધુ યુઝર્સ તેની વિઝિટ કરી ચૂક્યા છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને મોબાઈલ સેવા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.