ETV Bharat / city

Book Launch Of Vinayak Savarkar : સાવરકરની વાત કોંગ્રેસે માની હોત તો ભારતનું વિભાજન ન થાત: ઉદય માહુરકર - Book Launch Of Vinayak Savarkar

અમદાવાદમાં મુખ્યપ્રધાનના હસ્તે ભારતના કેન્દ્રીય માહિતી કમિશ્નર ઉદય માહુરકર અને MS યુનિવર્સિટીના પ્રોફેસર ચિરાયુ પંડિત દ્વારા વિનાયક સાવરકર પર લખાયેલ પુસ્તકનું વિમોચન (Book Launch Of Vinayak Savarkar by CM Bhupendra Patel) થયું હતું. જેમાં ઉદય માહુરકરે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભારતનું વિભાજન તે કોંગ્રેસ દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણને લઈને થયું છે.

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/06-December-2021/13827464_ahem.mp4

author img

By

Published : Dec 6, 2021, 7:47 AM IST

  • સાવરકર ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના પિતામહ : માહુરકર
  • સાવરકરે કોંગ્રેસને મુસ્લિમ તુષ્ટિકરણ કરનાર કહ્યું
  • કોંગ્રેસની હિન્દૂ-મુસ્લિમ એકતા હિન્દુઓના ભોગ પર હતી : સાવરકર

અમદાવાદ: ભારતના કેન્દ્રીય માહિતી કમિશ્નર ઉદય માહુરકર (Central Information Commissioner Uday Mahurkar)અને MS યુનિવર્સિટીના પ્રોફેસર ચિરાયુ પંડિત દ્વારા વિનાયક સાવરકર પર લખાયેલ પુસ્તકનું અમદાવાદમાં મુખ્યપ્રધાનના હસ્તે વિમોચન (Book Launch Of Vinayak Savarkar by CM Bhupendra Patel) થયું હતું, આ પુસ્તક ભારત-પાકિસ્તાનના વિભાજનને રોકતા સાવરકરના વિચારો અને પ્રયાસો વિશે લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election: કોંગ્રેસના ‘ઠાકોર’- કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતવા જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યા

ભારતનું વિભાજન કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને આભારી : માહુરકર

વીર સાવરકરને બે વખત આજીવન કેદની સજા થઈ હતી, તેઓએ 13 વર્ષ જેલમાં ગાળ્યા હતા. અંદમાન નિકોબારમાં કાલાપાણીની સજા થઈ હતી, ત્યાં વર્તમાન સરકારે એરપોર્ટને વીર સાવરકર નામ આપ્યું છે. ઉદય માહુરકરે જણાવ્યું હતું કે, ભારતનું વિભાજન તે કોંગ્રેસ દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણને લઈને થયું છે. સાવરકર ભારતીય રાષ્ટ્રીય સુરક્ષાના સ્વપ્નદ્રષ્ટા હતા. ભારત આજે પાકિસ્તાન અને ચીન સાથે જે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યું છે, તેની આગાહી સાવરકરે કરી જ હતી.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસની ટીમ સાથે મળીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવીશું: જગદીશ ઠાકોર

સિંહ ઇતિહાસ લખે તે સાચો, શિકારી લખે તે ખોટો

પશ્ચિમના સર સંઘ સંચાલક જયંતી ભાડેસિયાએ જણાવ્યું હતું કે, સિંહ જ્યારે પોતે ઇતિહાસ લખે તે સાચો હોય છે, જ્યારે શિકારી પોતાની વાતોને વધારીને લખે એટલે કે, કોંગ્રેસે અત્યાર સુધી જે ઇતિહાસ લખ્યો કે લાખાવ્યો છે, તેમાં તેણે પોતાને ગ્લોરીફાઈ કરી છે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ભારત દેશને આઝાદી ફક્ત એક વ્યક્તિને લીધે નહીં પરંતુ ઘણા બધાના બલિદાનને લીધે મળી છે, આમ કહીને તેમણે મહાત્મા ગાંધી ઉપર નિશાન સાધ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.