- બોલિવુડ અભિનતા સોનુ સુદ છાનામાના આવ્યા અમદાવાદમાં
- સોનુ સુદે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કરી બંધબારણે બેઠક
- સિંધુભવન રોડ પર આવેલી હોટેલમાં યોજાઈ હતી બેઠક
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા સોનુ સુદ બુધવારે રાત્રે અચાનક જ અમદાવાદ આવ્યા હતા. અહીં તેઓ સિંધુ ભવન રોડ પર આવેલી એક ખાનગી હોટેલમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને પણ મળ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી અનસુાર, સોનુ સુદ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આ પહેલા થોડા દિવસ અગાઉ સોનુ સુદ દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. ત્યારબાદ જ તેમના ઘરે ઈન્કમટેક્સના દરોડા પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :પીએમ મોદી અમેરિકા પ્રવાસના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના પીએમ, કમલા હેરિસ, ગ્લોબલ સીઈઓ સાથે મુલાકાત કરશે
સોનુ સુદે અમદાવાદના સિંધુ ભવનમાં આપ પાર્ટીના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી
અભિનેતા સોનુ સુદના અચાનક અમદાવાદ પ્રવાસને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સોનુ સુદે અમદાવાદના સિંધુ ભવનમાં આપ પાર્ટીના સિનિયર નેતાઓ સાથે કરેલી બેઠક કરી હતી, જે મુદ્દે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. સોનુ સુદ સાથે થયેલી બેઠક માત્ર ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું. જો.કે સોનુ સુદની આપ નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી સહિત ઉદ્યોગપતિઓ સાથે થયેલી બેઠકથી ગુજરાતના રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે
સોનુ સુદ AAPમાં જોડાશે તો ગુજરાતની રાજનીતિમાં થશે મોટી ઉથલપાથલ
અભિનેતા સોનુ સુદે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો પણ કર્યો હતો કે, તેમને 2 પાર્ટી તરફથી રાજ્યસભાની સીટની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે ઓફરને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી પણ ઉતરી છે. જો, સોનુ સુદ આમ આદમી પાર્ટીમાં જોડાશે તો આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં પણ મોટી ઉથલપાથલ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો :UN: G20 બેઠકમાં વિદેશ પ્રધાને આપ્યું નિવેદન, કહ્યું- આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન થવો જોઈએ