ETV Bharat / city

સ્પેક્ટ્રમ ટેલિકોમ કંપનીની ઓળખ આપી અમેરિકન નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું - અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી

અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી સ્પેક્ટ્રમ ટેલિકોમ કંપનીની ઓળખ આપી ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલ માત્ર 76 ડોલરમાં આપવાની ઓળખ આપી છેતરપિંડી કરતો હતો. સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. Bogus call center caught in Ahmedabad , Ahmedabad Cyber Crime Arrest Accused , Fraud with American citizens , Spectrum Telecom Company

સ્પેક્ટ્રમ ટેલિકોમ કંપનીની ઓળખ આપી અમેરિકન નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું

author img

By

Published : Sep 10, 2022, 5:21 PM IST

અમદાવાદ અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી સ્પેક્ટ્રમ ટેલિકોમ કંપનીની ઓળખ આપી ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલ માત્ર 76 ડોલરમાં આપવાની ઓળખ આપી છેતરપિંડી કરતો હતો. સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપીની ધરપકડ બાદ શું નવા ખુલાસા થાય છે તે જાણવું રહ્યું.

ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલ માત્ર 76 ડોલરમાં આપવાની ઓળખ આપી છેતરપિંડી

અનલિમિટેડ કોલ આપવાના બહાને છેતરપિંડી અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ રામદયાલ ચૌધરી છે. જે મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. આરોપી દિલીપ ટાઇટનિયમ હાઇટ્સમાં 114 નંબરની ઓફિસ ધરાવી કેપિટલ કેરના નામે બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. જેમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. આરોપી કોઈપણ પ્રકારના ટેક્સ વિના માત્ર 76 ડોલરમાં ફાઇબર ઓપ્ટિકલ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ આપવાના બહાને છેતરપિંડી આચરતો હોવાનું ખુલાસો થયો છે. જે અંગે સાઇબર ક્રાઇમ એ ગુનો નોધી આરોપી દિલીપ ચૌધરીની ધરપકડ કરી છે.

રૂપિયા હવાલા તેમજ બીટકોઈન મારફતે મેળવતો હતો સાયબર ક્રાઇમે આરોપી દિલીપ ચૌધરીની ઓફિસમાં રેઇડ કરી તેની પાસેથી એક લેપટોપ એક કોમ્પ્યુટર છ મોબાઇલ એક મેજિક જેક ડિવાઇસ બે હાર્ડ ડિસ્ક પાંચ પીઓએસ મશીન અને નવ સીમકાર્ડ કબજે કર્યા છે. સાથે સાથે અલગ અલગ બેંકોની 12 ચેકબુક અને 31 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબજે કર્યા છે. સાથે જ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે અમેરિકન નાગરિકો પાસેથી મેળવેલા રૂપિયા હવાલા તેમજ બીટકોઈન મારફતે મેળવતો હતો. જે અંગે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવી આરોપી દિલીપની તપાસ કરતા વર્ષ 2014માં નવરંગપુરા પોલીસે છેતરપિંડી અને બોગસ કોલ સેન્ટરના ગુનામાં તેની ધરપકડ કરી હતી અને તે હિસ્ટ્રી શીટર હોવાનું પણ સામે આવ્યું છે. જેથી સાયબર ક્રાઇમે આરોપી કોની કોની સાથે જોડાયેલો છે અને હવાલાના રૂપિયા મેળવવામાં કોની મદદ લેતો હતો તે અંગે તપાસ તેજ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.