અમદાવાદઃ આ બેઠકની અધ્યક્ષતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળે કરી હતી. આ ઉપરાંત મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા અને સાથે અંજલિ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહિલા મોરચાને આગામી ચૂંટણીઓને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળે ચૂંટણીઓને લઇને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીઓમાં તેઓ સ્ત્રીઓ માટેની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લઈને ઘરે-ઘરે જશે.
મહિલા મોરચાનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી મહિલાઓના ઉત્કર્ષ કેવી રીતે કરી શકાય? તે જ ચૂંટણીનો મુદ્દો રહેશે.