- વિરમગામ તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો
- 16 બેઠકો ભાજપને અને 4 બેઠકો કોંગ્રેસને મળી
- વિરમગામ નગરપાલીકા ભાજપના 22 અને 14 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી
- જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર ભાજપ જીત્યું
અમદાવાદઃ વિરમગામ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિતની પાર્ટીઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. ભાજપ દ્વારા તમામ ૯ વોર્ડની અંદર પોતપોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 1, 5, 4, 9માં ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વિરમગામ નગરપાલિકા કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક બેઠક પણ મેળી નથી. વોર્ડ નંબર-1માં કોંગ્રેસનો જૂનો રેકોર્ડ તૂટ્યો હતો. કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર-1માં ભાજપની આખી પેનલની જીત થઈ હતી.
વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ શહેરના રાજમાર્ગ પર નીકળ્યા
વિરમગામ નગરપાલિકામાં ભાજપે 22 બેઠકોમાં જીત મેળવી હતી જ્યારે અપક્ષે 14 બેઠકો પર જીત મેળવી હતી. ચૂંટણી પરિણામ બાદ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ શહેરના રાજમાર્ગ ઉપર નીકળ્યા હતા.