- અમદાવાદમાં ભાજપનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ (BJP's reunion ceremony) યોજાયો
- સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ (reunion ceremony)
- કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપના હજારો કાર્યકર્તા રહ્યા ઉપસ્થિત
અમદાવાદઃ એક તરફ સરકાર કોરોનાથી સાવધાન રહેવા ગાઈડલાઈનનું (Corona Guidelines) પાલન કરવા લોકોને અપીલ કરે છે. બીજી તરફ ભાજપના જ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું (Violation of Corona Guidelines) ખૂલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે. રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં (BJP's reunion ceremony) આવો જ નજારો જોવા મળ્યો હતો. અહીં ન તો સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જોવા મળ્યું અને ન તો સોશિયલ ડિસ્ટન્સ (Social Distance). ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પોતે માસ્ક પહેર્યા વગર લોકોનું અભિવાદન ઝિલ્યું હતું.
આ પણ વાંચો-વાપીમાં પાટીલનું લોકોને સરકારી યોજનાઓના લાભ આપી મદદરૂપ થવા આહવાન
સ્નેહમિલન કાર્યક્રમમાં અવ્યવસ્થા
સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના હજારો કાર્યકર્તાઓ ઉમટી પડતા રિવરફ્રન્ટના (Riverfront) રસ્તા ઉપર ટ્રાફિકજામના (Traffic jam) દ્રશ્યો સર્જાયા હતા. કાર્યકર્તાઓને લાવવા લઈ જવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજારો કાર્યકરો એકઠા થતા કોરોના (Corona) પણ ભૂલાઈ ગયો હતો. વળી પ્રોગ્રામ પૂર્ણ થાય તે પહેલાં જ મુખ્યપ્રધાનની (CM) હાજરીમાં ભોજન માટે કાર્યકરોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રહ્યા ગેરહાજર
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (BJP state president CR Patil) રવિવારે વલસાડ જિલ્લાના પ્રવાસે હતા. એટલે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહતા. જોકે, ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની (Region General Secretary Ratnakar) ઉપસ્થિતિ રહેશે તેવું દર્શાવાયું હતું, પરંતુ બંનેય આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહતા.
આ પણ વાંચો- ગોધરા ખાતે મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં ભાજપનું સ્નહે મિલન કાર્યક્રમ યોજાયો
ઈસનપુર અને ઈન્દ્રપુરી વોર્ડના 300 કાર્યકર્તાઓએ ભાજપનો હાથ પકડ્યો
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું (CM Bhupendra Patel) ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યપ્રધાનના હસ્તે પદ્મ એવોર્ડ વિજેતા (Honor of Padma Award winners) અમદાવાદીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં (Assembly Election) 182 બેઠકો જીતવાના ટાર્ગેટને કાર્યકરોને યાદ અપાવી હતી. આ કાર્યક્રમમાં ઈસનપુર અને ઈન્દ્રપુરી વોર્ડના 300 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.