ETV Bharat / city

Bjp Year Ender 2021: ભાજપના વર્ષભરના મહત્વના સમાચારો

2021નું વર્ષ પ્રદેશ ભાજપ (Bjp Year Ender 2021) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ માટે ફળદાયી નીવડ્યું છે. મોટાભાગની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે, પરંતુ મુખ્યપ્રધાન સહિત પ્રધાનમંડળ બદલવું પડ્યું છે.

ૌ
author img

By

Published : Dec 25, 2021, 3:36 PM IST

1. છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપનો વિજય

મીની વિધાનસભા કહેવાતી છ મહાનગરપાલિકાઓની ચૂંટણી 2021ના વર્ષના શરૂઆતમાં જ આવી હતી. જેમાં ભાજપ (Bjp Year Ender 2021)નો ભવ્ય વિજય થયો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની તે પહેલી કસોટી હતી. જેમાં તેઓ પુરા ગુણ સાથે પાસ થયા હતા. Click here

2. પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની વરણી

ગુજરાત ભાજપ( BJP)ના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ભીખુભાઈ દલસાણીયા(Bhikhubhai Dalsania)ના સ્થાને રત્નાકરને નવા સંગઠન મહાપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. રત્નાકરે (Ratnakar )યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, ત્યારે સી.આર પાટીલ બિહારમાં સહ પ્રભારી હતાં, ત્યારથી રત્નાકર સાથે સંપર્કમાં હતા. Click here

3. ભીખુ દલસાણીયાને બિહારના સંગઠન મહામંત્રીનુ પદ

બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 (Bihar Legislative Assembly election) પૂર્ણ થયા બાદ ભાજપમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ભાજપ દ્વારા બિહારના સંગઠન મહામંત્રી નાગેન્દ્રનાથને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાને બિહારમાં સંગઠન મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે. Click here

4. ગુજરાતમાં પાટીદાર પાવર: નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કોરોનાની બીજી લહેરમાં નબળી કામગીરીને લઇને તેમનું પદ જવાનું નક્કી હતું. નવા મુખ્યપ્રધાન પાટીદાર બનશે તે પણ નક્કી જ હતું, પરંતુ મુખ્ય પ્રધાન કોણ બનશે તેને લઈને સસ્પેન્સ હતું. પીઢ નેતાઓને સાઈડમાં મુકીને કેન્દ્રીય મોવડી મંડળે ઘાટલોડિયા ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (Gujarat cm bhupendra patel)ને નવા મુખ્યપ્રધાન બનાવ્યા હતા. Click here

5. ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

ભાજપનો વિજયરથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યો હતો, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તેને કદી ભાજપને વિજય મળ્યો નથી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે તે મોટો પડકાર હતો, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આંતરિક લડાઈએ ભાજપને ફાયદો કરાવ્યો. 44 માંથી 41 બેઠકો સાથે આ ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો. Click here

6. રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના જુના જોગીઓને સ્થાન

ભાજપે 80 સભ્યોની રાષ્ટ્રીય કારોબારી (BJP National Executive)ની જાહેરાત કરી હતી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi), વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, એમએમ જોશી, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ(Union Minister Amit Shah), સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલના નામ શામેલ છે, જ્યારે બીજા વરિષ્ઠ નેતાઓને બાકાત કરવામાં આવ્યા હતા. Click here

7. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રદેશ ભાજપના નેતાઓને સોંપાઈ જવાબદારી

ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) યોજાવાની છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના નેતાઓને 11 જિલ્લાની 71 બેઠકોની જવાબદારી આપવામાં આવી છે. ગુજરાત ભાજપમાંથી 165 કાર્યકરો (gujarat bjp workers) ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર (up assembly election campaign)માં જશે. Click here

8. આમ આદમી પાર્ટીએ કમલમનો ઘેરાવ કર્યો

રાજ્યમાં બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કૌભાંડ ( Head Clerk Paper Leak ) અંગે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું (AAP Protest Gandhinagar) હતું. આ દરમિયાન પોલીસ દ્વારા પાર્ટીના (AAP Protest Against Paper Leak ) કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરતા બેથી ત્રણ જેટલા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. Click here

આ પણ વાંચો: Political Year Ender 2021: ભારતનું રાજકારણ રોડથી સંસદ સુધી ચૂંટણીની આસપાસ ફરતું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.