ETV Bharat / city

અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદ્યોગ સાહસિકોનું કરાયુ સન્માન

કોરોના મહામારીમાં નાના-મોટા બિઝનેસ સાથે જોડાયેલા આંત્રપ્રિન્યોરને પણ નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આંત્રપ્રિન્યોરે કોરોનામાં પણ પોતાની આવડત, સમજણ અને આત્મવિશ્વાસ, સાહસથી આ કપરા સમયમાં પણ બિઝનેસ કરી જાણ્યો છે. આ ખાનગી કંપનીઓ દ્વારા આયોજિત એવોર્ડ સમારંભમાં ગુજરાતના જાણીતા 35 બિઝનેસમેનને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે "આંત્રપ્રિન્યોર એવોર્ડ 2021" આપવામાં આવ્યા હતા.

ઉદ્યોગ સાહસિકોનું કરાયુ સન્માન
ઉદ્યોગ સાહસિકોનું કરાયુ સન્માન
author img

By

Published : Aug 16, 2021, 9:40 AM IST

  • 35 ઉધોગ સાહસિકોને એવોર્ડ
  • કોરોના કાળમાં બિઝનેસમાં ટકી રહેવું હતુ અઘરુ
  • સી.આર.પાટીલે ઉધોગ સાહસિકોને પ્રોત્સાહન આપ્યુ

અમદાવાદ: કોરોનાને આજે દોઢેક વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે, ત્યારે આ સમય દરેક માટે કપરો બની રહ્યો છે. તેમાં પણ નાના-મોટા બિઝનેસ સાથે જોડાયેલા આંત્રપ્રિન્યોરને પણ નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ઘણા એવા પણ હશે કે, જેમણે પોતાનો બિઝનેસ બંધ પણ કરી દીધો હશે, પરંતુ કઠિન સમયમાં પણ આપણા માટે ઘણા બિઝનેસમેન ઉદાહરણ સાબિત થયા છે. કેમકે તેમને કોરોનામાં પણ પોતાની આવડત, સમજણ અને આત્મવિશ્વાસ, સાહસથી આ કપરા સમયમાં પણ બિઝનેસ કરી જાણ્યો છે.

આ પણ વાંચો- અમદાવાદમાં ‘ઉદ્યોગ સાહસિક માતાઓ’ માટે યોજાયો કાર્યક્રમ

સી.આર.પાટીલના હસ્તે "આંત્રપ્રિન્યોર એવોર્ડ 2021" અપાયા

ખાનગી કંપનીઓ દ્વારા આયોજિત એક એવોર્ડ સમારંભમાં ગુજરાતના જાણીતા 35 બિઝનેસમેનને સ્વતંત્રના દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે "આંત્રપ્રિન્યોર એવોર્ડ 2021" આપવામાં આવ્યો હતો.

ઉદ્યોગ સાહસિકોનું કરાયુ સન્માન

MSMEને ઓછા વ્યાજે લૉન અપાય છે : પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસે આ કાર્યક્રમનું આયોજન ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપશે. સમાજને અર્થતંત્ર માટે સારું કામ કરનાર ઉદ્યોગસાહસિકને બિરદાવવાનો અવસર છે. એમએસએમઈ માટે સરકાર ઓછા વ્યાજે લોન આપી રહી છે, તેમને ફંડ પણ સરકાર પૂરું પાડી રહી છે. સફળ ઉદ્યોગ સાહસિક સામાજિક જવાબદારી નિભાવતા હોય છે અને દેશને આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે.

આ પણ વાંચો- દર્શના જરદોશને મોદીના પ્રધાનમંડળમાં સ્થાન મળતા આંત્રપ્રિન્યોર મહિલાઓમાં આનંદ

કોરોના કાળમાં પ્રોત્સાહન પૂરું પડવાની કોશિશ

આ એવોર્ડ થકી એવો મેસેજ આપવામાં આવ્યો છે કે, તમે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના આત્મવિશ્વાસને ના ડગવા દેશો, પરંતુ આ આપત્તિને અવસરમાં કેવી રીતે પરિવર્તિત કરવી તેના વિશે વિચારો. કોરોનામાં પણ તમે અલગ રીતે સ્ટ્રેટેજી બનાવો, માર્કેટ સર્વે, લોકોની જરૂરિયાતો વગેરે બાબતોનું ધ્યાન રાખો અને બિઝનેસમાં આગળ વધો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.