- અમદાવાદના થલતેજ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલનું ઉદ્ઘાટન
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યું ઉદ્ઘાટન
- ભાજપના અગ્રણી પ્રધાનો રહ્યા ઉપસ્થિત
અમદાવાદ: અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ (Gujarat BJP President) સી.આર.પાટીલે એક ખાનગી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું (Multi Specialty Hospital Ahmedabd) ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ઉર્જાપ્રધાન મુકેશ પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના મહામંત્રી પ્રદીપ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
સી.આર.પાટીલે સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું
હોસ્પિટલના લોકાપર્ણ પ્રસંગે ભાજપનાં પ્રમુખ સી.આર.પાટીલે (Hospital Inaugurate By CR Paatil )જણાવ્યું હતું કે, હોસ્પિટલ સારી ચાલશે અને ખૂબ પૈસા કમાજો એવી શુભેચ્છા આપી શકતો નથી, પરંતુ દર્દીને સારી સુવિધા મળે અને તુરંત સાજા થાય તેવી શુભેચ્છા પાઠવું છું. મગજ માટે સારવાર પહેલા નહિવત હતી, હવે વધુ જોવા મળે છે.
સી.આર.પાટીલે આરોગ્ય પ્રધાનની ટીખળ કરી
સી.આર.પાટીલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની ટીખળ કરી હતી કે, અમારા આરોગ્યપ્રધાન ડોક્ટર નથી, પરંતુ ડોક્ટર જેવું દોડે છે. તેઓ અતિ ઉત્સાહી છે, ઉત્સાહમાં સર્જરી ન કરતા એમ હસતા મુખે પાટીલે આરોગ્ય પ્રધાનને કહ્યું હતું.
આ પણ વાંચો: ગઢડામાં સી.આર.પાટીલે ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી
આ પણ વાંચો: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મુખ્યપ્રધાનના સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના