ETV Bharat / city

BJP Pradesh Yuva Morcha Meeting : આગામી એક મહિનો ભાજપનો યુવા મૉરચો લોકોની વચ્ચે રહેશે - ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. વિધાનસભા ચૂંટણીઓને નજરમાં રાખી યુવા મોરચા દ્વારા આગામી (BJP Pradesh Yuva Morcha Meeting) કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.

BJP Pradesh Yuva Morcha Meeting  :  આગામી એક મહિનો ભાજપનો યુવા મૉરચો લોકોની વચ્ચે રહેશે

author img

By

Published : Feb 25, 2022, 8:27 PM IST

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, યુવા મોરચાના પ્રભારી પંકજ ચૌધરી અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં યુવા મોરચાના પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા અને મહાનગરના પ્રમુખો તેમજ પ્રભારીઓ ઉપસ્થિતિ રહ્યા હતાં. આ બેઠકમાં (BJP Pradesh Yuva Morcha Meeting) યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.

આવનાર સમયમાં યુવા મોરચા દ્વારા નવયુવાનોને પાર્ટીમાં વધુ જોડી યુવા સંગઠને વધુ મજબૂત કરશે

પ્રદેશ મહામંત્રીની યુવા મોરચાને શીખ

પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ યુવા કાર્યકરોને સંબોઘન કરતા જણાવ્યું કે, પ્રવાસ, સંપર્ક, બેઠક અને કાર્યક્રમના આધારે યુવા મોરચાએ પાર્ટીનો વ્યાપ વધારવાનું કામ અને સંગઠનને મજબૂત (Gujarat Assembly Elections 2022 ) કરવાનું કામ ભારપુર્વક કરવું જોઇએ. યુવા મોરચો ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે. યુવા મોરચાના દરેક કાર્યક્રમો બુથ સ્તરે યોજાય તેવા પ્રયત્નો કરવા જોઇએ. પેજ સમિતિના માધ્યમથી જેટલા પણ યુવાનો જોડાયા છે તે દરેક યુવાનોને પાર્ટીમાં સક્રિય કરવાનું કામ યુવા મોરચાના પદાધિકારીઓનું છે. આવનાર સમયમાં યુવા મોરચા દ્વારા નવયુવાનોને પાર્ટીમાં વધુ જોડી યુવા સંગઠને વધુ મજબૂત કરે દિશામાં કામ કરવુ જોઈએ.

પ્રવાસ, સંપર્ક, બેઠક અને કાર્યક્રમના આધારે યુવા મોરચાએ પાર્ટીનો વ્યાપ વધારશે યુવા મોરચો

યુવા મોરચાએ કોરોનાકાળમાં 36 હજાર બોટલ બ્લડ એકત્રિત કર્યું

યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, યુવા મોરચા દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસથી યુવા મિત્ર અભિયાનની (BJP Planing for Campaigning ) શરૂઆત કરવામાં આવી હતી. જે અભિયાન અંતર્ગત સવા બે લાખ જેટલા નવા યુવાનોનો સંપર્ક કરીને બે લાખ જેટલા યુવા કાર્યકરોનું કાર્ડ જનરેટ કરવામાં આવ્યું છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેર સમયે પણ યુવા કાર્યકરોએ જન સેવાના વિવિધ કાર્યો કર્યા હતા જેમાં યુવા મોરચા દ્વારા સમગ્ર રાજયમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં 36 હજાર જેટલી બ્લડની બોટલ માત્ર દસ દિવસમાં એકત્રિત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Election Campaign in Bhavnagar: ભાજપ કોંગ્રેસના ડિજિટલ પ્લેટફોર્મ પર ચૂંટણીના ભણકારા, બંનેની સ્થિતિ જાણો

યુવા મોરચાના આગામી કાર્યો

ડો.પ્રશાંત કોરાટે (BJP Pradesh Yuva Morcha Meeting) વધુમાં જણાવ્યું હતું કેઆગામી 1 માર્ચથી 10 માર્ચ દરમિયાન રાજયના વિવિઘ ગ્રામપંચાયતના યુવા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાશે. ગામડાઓમાં નવા નોંધાયેલ મતદારોનો સંપર્ક કરી યુવામિત્ર અભિયાન અંતર્ગત નવા યુવાનોને જોડવાનો કાર્યક્રમ યોજાશે, સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ 19થી 21 માર્ચ દરમિયાન યોજાશે. જેમા યુવા મોરચાના કાર્યક્રરો જુદા-જુદા વિસ્તારોમાં જઇને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજશે. 28 માર્ચે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષા શરૂ થનાર છે જેમાં પરિક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ અને 23 માર્ચે શહીદ દિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા-જુદા વિસ્તારોમાં જઇ શહીદ સપ્તાહ તરીકે ઉજવાશે.

આ પણ વાંચોઃ Assembly Election 2022 : પંજાબમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનો ચહેરો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે : પ્રશાંત કોરાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.