અમદાવાદ : આ મીડિયા સેન્ટર ખોલવાનો મુખ્ય હેતુ એ છે કે, ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે તમામ મીડિયાના લોકોને ભાજપના આગામી યોજના અને ગતિવિધિથી તમામ લોકો વાકેફ થાય એ માટે થઈને ખાસ વિશેષ ધ્યાનમાં રાખીને આ મીડિયા સેન્ટર (BJP media center in Ahmedabad) શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આજે મીડિયા સેન્ટર ખુલ્લુ મુકવામાં આવશે : ભાજપના કોઈપણ નેશનલ લીડર કે રિજનલ લીડરને પ્રેસ કોન્ફરન્સ કરવાની હોય કે, પછી કોઈ મીડિયા ઇન્વિટેશન અને પ્રેસનોટ રિલીઝ અને પ્રેસનોટ ઇસ્યુ પણ આ મીડિયા સેન્ટરમાંથી જ થશે. મહત્વનું છે કે, ગુજરાતમાં જ્યારે 2017માં ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે ભાજપ દ્વારા આવા મીડિયા સેન્ટર ખોલવામાં આવ્યું હતું. જ્યારે વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Election 2022) નજીક આવી રહી છે, ત્યારે ફરીથી ભાજપ દ્વારા મીડિયા સેન્ટર (BJP media center in Ahmedabad) ઉભુ કરવામાં આવ્યું છે.