- હાઇકોર્ટના અલ્ટીમેટમ બાદ સી આર પાટીલે કોર્ટમાં જવાબ રજૂ કર્યો
- વિપક્ષ તરફથી ખોટા આક્ષેપો થયાની અરજીમાં રજૂઆત
- કાયદેસર રેમડેસીવીર મેળવી જરૂરિયાતમંદોને આપ્યા
અમદાવાદ : રેમડેસીવીર ઇન્જેક્શનને લઇ વિવાદમાં ફસાયેલા સીઆર પાટીલે(C.R.Patil) કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. રેમડેસીવીર ઇન્જેક્શન ગેરકાયદેસર રીતે મેળવવા માટે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી( Paresh Dhanani)એ ગુજરાત ભાજપના અધ્યક્ષ(Gujarat BJP president ) અને અન્ય ની સામે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જવાબમાં સીઆર પાટીલે રજૂઆત કરી છે કે રેમડેસીવીર ઇન્જેક્શન ભાજપની ઓફિસમાં રાખવા અને તેની સંગ્રહખોરી કરવાનો જે આક્ષેપો તેમની સામે કરાયા છે તે ખોટા છે. તે માટે અરજદારે હાઇકોર્ટની ન્યાયિક પ્રક્રિયાનો ગેર લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે.
ન્યાયિક પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો
કોર્ટમાં સી.આર પાટીલે રજૂઆત કરી છે કે અરજદારએ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને તેઓ તેમના સ્થળેથી પણ સમગ્ર બાબતે તપાસ કરી શકતા હતા પરંતુ તેમણે માત્ર ન્યુઝ રિપોર્ટના આધારે અને કોઈપણ જાતની તપાસ કર્યા વિના અરજી દાખલ કરી છે. તેથી અરજી માન્ય ન ગણી શકાય અને અરજદારને દંડ ફટકારવો જોઈએ. કારણ કે તેમણે ન્યાયિક પ્રક્રિયાનો ગેર લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. વધુમાં પાટીલે સોગંદનામા રજૂઆત કરી છે કે વિરોધ પક્ષના નેતા એ રાજકીય હેતુથી ખોટા આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો : સુરતમાં ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી મકાન કરવેરામાં મળી શકે છે રાહત
સિનિયર નેતા હોવાના કારણે લોકોની મદદ કરી
ભાજપ અધ્યક્ષ આર પાટીલે સોગંદનામા રજૂઆત કરી છે કે તેઓ ભાજપના સિનિયર નેતા હોવાના કારણે લોકોની સેવા કરવા રેમડેસીવીર મેળવ્યા હતા. સીઆર પાટીલે જવાબમાં પણ કહ્યું છે કે કોરોના સંક્રમણના લીધે ઇન્જેક્શનની ભારે માંગ હતી. આવા સંજોગોમાં નવસારી અને સુરતના લોકોને ઇન્જેક્શન અને દવા ઉપલબ્ધ કરાવી હતી. આ ઉપરાંત ચોક્કસ માર્ગદર્શિકા અને કાયદાની જોગવાઈને અનુરૂપ જ ઇન્જેક્શન મેળવવામાં આવ્યા હતા. વધુમાં આ ઇંજેક્શન કઈ રીતે મેળવ્યા તેનો જવાબ હર્ષ સંઘવી એ કોર્ટમાં રજૂ કર્યો છે.
આ પણ વાંચો : ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ