અમદાવાદઃ મોહમ્મદ પયગંબર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી (Nupur Sharma Controversial Statement) કરવા અંગે ભાજપનાં પૂર્વ નેતા નુપૂર શર્માનો રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. સાથે જ નુપૂર શર્મા સામે કાર્યવાહીની માગ સાથે ઠેરઠેર વિરોધ પ્રદર્શનમાં પણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ ખાતે નુપૂર શર્માના સમર્થકોએ તેમનાં સમર્થનમાં એક રેલી યોજી (Rally of Nupur Sharma supporters in Ahmedabad) હતી. જોકે, પોલીસે તેમને સમજાવ્યા પછી સમર્થકોએ રેલી ન કાઢતા પોલીસે કોઈની પણ અટકાયત કરી નહતી. પોલીસે રેલી પહેલા ચુસ્ત બંદોબસ્ત (Ahmedabad Police Tight Security) ગોઠવ્યો હતો.
આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં રસ્તા પર નીકળ્યા લોકો
મુસ્લિમ સમુદાયે કર્યો હતો વિરોધ - આપને જણાવી દઈએ કે, ભાજપનાં પૂર્વ નેતા નુપૂર શર્મા પર મોહમ્મદ પયગંબર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી (Nupur Sharma Controversial Statement) કરી હોવાનો આક્ષેપ હતો. તેના કારણે મુસ્લિમ સમુદાયે નુપૂર શર્માને ફાંસી થાય તેવી માગ કરી હતી. આ પહેલાં પણ મુસ્લિમ સમુદાયે ખમાસા, શાહપુર, રંગીલા ચોકી, મિરઝાપૂર, જમાલપુર, લાલ દરવાજા, લકી ટી સ્ટોલ, ખાનપુરથી શાહપુરનો આખો રસ્તો, ઢાલગરવાડ જેવા અનેક વિસ્તારોમાં વિરોધ કર્યો હતો. તેના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારો બંધ (Opposition of Muslim community in Ahmedabad) રહ્યા હતા. સાથે જ મુસ્લિમ સમુદાયે નુપૂર શર્માની ધરપકડની માગ સાથે વિરોધ કર્યો હતો. તેના કારણે પાનકોર દરવાજા, ત્રણ દરવાજા, રમકડાં બજાર, કાલુપુર, શાહઆલમ સહિતના વિસ્તારો બંધ રહ્યા હતા.
આ પણ વાંચો-નુપુર શર્માના નિવેદન મુદ્દે દેશના અનેક મહાનગરમાં વિરોધ પ્રદર્શન, યુપીમાં સ્થિતિ સંવેદનશીલ
પોલીસની સમજાવટ પછી રેલી ન યોજાઈ - તો આ તરફ આજે (શનિવારે) ભાજપનાં પૂર્વ નેતા નુપૂર શર્માના વિરોધમાં નહીં, પરંતુ સમર્થનમાં રેલી (Rally of Nupur Sharma supporters in Ahmedabad) યોજાઈ હતી. જોકે, પોલીસે નુપૂર શર્મા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ રેલી યોજવામાં નહતી આવી.