ETV Bharat / city

BJP Extensive Campaign of Youth Front 2021 : આરંભ સમયે કાર્યકર્તાઓને 'શક્તિ પ્રહાર' નું સૂત્ર આપતાં પાટીલ

ભાજપના યુવા મોરચાના વિસ્તારક અભિયાનનો (BJP Extensive Campaign of Youth Front 2021 ) આજથી કમલમ ખાતે પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગુજરાતભરના યુવા મોરચાના હોદ્દેદારો સહિત ભાજપ સંગઠનના અગ્રણી નેતાઓ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં.

BJP Extensive Campaign of Youth Front 2021 : આરંભ સમયે કાર્યકર્તાઓને 'શક્તિ પ્રહાર' નું સૂત્ર આપતાં પાટીલ
BJP Extensive Campaign of Youth Front 2021 : આરંભ સમયે કાર્યકર્તાઓને 'શક્તિ પ્રહાર' નું સૂત્ર આપતાં પાટીલ
author img

By

Published : Dec 25, 2021, 9:39 PM IST

ગાંધીનગરઃ આજથી શરૂ થયેલા ગુજરાત ભાજપના યુવા મોરચાનું વિસ્તારક અભિયાનમાં (BJP Extensive Campaign of Youth Front 2021 ) 3600 વિસ્તારકો ગુજરાતના તમામ જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાંથી આજે કમલમ ખાતેથી 1800 કાર્યકરોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં નવા યુવાનોને ભાજપ સાથે જોડાવા યુવા મોરચાનું 'યુથ ચલા બુથ' હેઠળ બુથ દીઠ યુવાનોને જોડવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

'યુથ ચલા બુથ' હેઠળ બુથ દીઠ યુવાનોને જોડવા માટેના અભિયાનની શરૂઆત

મુખ્યપ્રધાને અસરકારક કામગીરીની વાત મૂકી

આ પ્રસંગે (BJP Extensive Campaign of Youth Front 2021 )હાજર રહેલા ભાજપનાં મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપમાં 35 વર્ષ સુધીનાને જ યુવા નેતા ગણાય છે. જ્યારે 50 વર્ષે પણ રાહુલ ગાંધી પોતાને યુવાન કહે છે. વિસ્તારકોને શુભેચ્છા પાઠવીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પદ સાંભળ્યાના 100 દિવસ પૂર્ણ કરીને સરકાર અસરકારક કામગીરી કરી રહી છે, તેમ જણાવ્યું. તેમણે યુવાનો સાથે કામ કરવાની વાત મૂકી હતી. ભૂપેન્દ્ર પટેલે સરકાર અને સંગઠને જોડે ચાલવાનું છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Junagadh APMC Farmer Rest House 2021 : રખડતાં ઢોર અને જંગલી પશુને લઈને પાટીલનું નિવેદન, સરકાર બનાવશે એક્શન પ્લાન

વિરોધીઓ પર પૂરી શક્તિથી પ્રહાર કરવાનો સમય : સી.આર. પાટીલ

BJP Extensive Campaign of Youth Front 2021 ના આરંભે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (CR Patil Advice to Party Members) પણ યુવાનોને શુભેવ્છા પાઠવતા 'એક બુથ વીસ યુથનું' સૂત્ર નહીં, પરંતુ 'એક બુથ સો યુથ' માટેની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, પક્ષમાં ક્યારેય કાર્યકર્તાઓનું અપમાન થવું જોઈએ નહીં. વર્તમાન કોંગ્રેસની પરિસ્થિતિ પર પ્રહાર કરતાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિરોધીઓ અત્યારે નબળા છે. ત્યારે તેમની ઉપર પુરી શક્તિથી પ્રહાર કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Surat Sweepers Honor Ceremony 2021 : સુરતમાં પાટીલે સફાઈ કામદારોને આપ્યો ટાર્ગેટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.