અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે ભાજપની ચિંતન શિબિર (BJP Chintan Shibir) પણ યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપની એક દિવસીય કારોબારી બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ (BJP Meeting in Kamalam) ખાતે યોજવામાં આવી છે. બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના પ્રધાનો ઉપરાંત ગુજરાત ભાજપના હોદ્દેદારો અને અપેક્ષિત આમંત્રિતો ઉપસ્થિત છે.
આ પણ વાંચો : બે દિવસીય ચિંતન બેઠક બાદ જીતુ વાઘાણીએ ચૂંટણીને લઈને કરી દીધી આ મહત્ત્વની સ્પષ્ટતા, હાર્દિક અંગે...
ભાજપના આગામી કાર્યક્રમો - કારોબારી બેઠકમાં ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, 30 મેએ કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જે ઉપલક્ષમાં એક પખવાડિયા સુધી રાજ્યમાં કાર્યક્રમો ચાલશે. સંગઠન અને સરકારની યોજનાઓની માહિતી આપતા કાર્યક્રમોની ભરમાર હશે. સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આઠ વર્ષની સિદ્ધિઓ ઉપર પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આઠ વર્ષમાં થયેલા વિકાસના સુશાસન અને ગરીબ કલ્યાણની વાત લોકો વચ્ચે લઇ જવાશે. આગામી 31 મેં એ કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ (Kisan Samman Nidhi Program) પણ યોજવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. 01 જૂનના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રેસવાર્તા યોજશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનો જબરો ફેન: છેલ્લા 12 વર્ષથી કરે છે આ રીતે પગપાળા યાત્રા
શક્તિ કેન્દ્રો અને બુથ કેન્દ્રો સુધી જશે -આગામી કાર્યક્રમમાં 05 મે ના રોજ ભાજપના કાર્યકરો (Completed Eight Years of Central Govt) શક્તિ કેન્દ્ર અને બુથ કેન્દ્ર સુધી જશે. 75 કલાક સુધી લોકો વચ્ચે જશે. આ કાર્યક્રમ 15 દિવસ સુધી ચાલશે. મોદી સરકારની સિદ્ધિઓ સાથે (BJP Completed 8 Years) પ્રકાશિત કરવામાં આવશે. દરેક જિલ્લામાં વિશાળ સભા યોજાશે જેમાં કેન્દ્રીય પ્રધાનો સંબોધન કરશો. ધારાસભ્યો, સાંસદો અને આગેવાનોનો પ્રવાસ ત્રણ દિવસનો રહેશે