- કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારીઓને આખરી ઓપ
- ત્રીજી લહેરની જવાબદારી સામન્ય નાગરિકોની જ રહેશે - ડોક્ટર
- સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી
અમદાવાદ : દેશમાં કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) ધીમે-ધીમે મંદ પડી રહી છે. પ્રતિદિન સામે આવી રહેલા કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે ગુરૂવારે જ ભારતમાંથી મળી આવેલા કોરોનાના વેરિયન્ટ ડેલ્ટા (Delta Variant) ના નવા મ્યુટેશન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) ને વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant Of Concern) જાહેર કર્યો છે. જોકે, આ નવા વેરિયન્ટે માથું ઉંચકતા ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે ડોક્ટરો તેમજ આરોગ્ય તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ત્રીજી લહેરની લઈ તંત્ર સાબદુ જાગ્યું
કોરોનાની પ્રથમ બે લહેર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) સહિત મોટાભાગની હોસ્પિટલો બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. કોરોનાની ત્રીજી લહેર (Third Wave Of Corona) માં અમદાવાદના રહીશોને સમયસર સારવાર મળી રહે તે માટે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Biggest Hospital of Asia) સહિત રાજ્યની તમામ હોસ્પિટલના પ્રશાસને કમર કરી છે. દેશમાં કોરોના મહામારીના કારણે તજજ્ઞોએ કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન શરૂ થવાની આશંકા દર્શાવી છે.
ત્રીજી લહેર સુધીમાં સિવિલમાં 3 ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવાની શક્યતા
અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Biggest Hospital of Asia) ના તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેર (Third Wave Of Corona) અને તેના આગમન માટે સંભિવત જવાબદાર કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોવિડ હોસ્પિટલમાં તમામ 1200 બેડ ઓક્સિજનથી સજ્જ કરવામાં આવશે. આ સિવાય જરૂર જણાશે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) દ્વારા સંચાલિત કેન્સર હોસ્પિટલ, સ્પાઈન હોસ્પિટલ સહિતના વિવિધ વિભાગોમાં પણ બેડ વધારવામાં આવશે. આ સિવાય હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે એક મીનિટમાં 600 લિટર ઓક્સિજન સપ્લાય કરી શકે તે ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરાયો છે. આ ઉપરાંત દર્દીઓની સારવાર માટે 350થી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ (Oxygen Concentrators) નો પણ ઉપયોગ કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થાય ત્યાં સુધીમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો -
જાણો રાજ્ય સરકારની Delta Variant ને લઈને શું છે તૈયારી ?
જાણો ભારતમાંથી મળી આવેલો Delta Variant કઈ રીતે Delta Plus Variant માં પરિણમ્યો ?