ETV Bharat / city

બુધવારથી ગ્રાહકો માટે બિગ બાઝાર અને ડી માર્ટ ખુલશે, એક સાથે 5 વ્યક્તિઓને પ્રવેશ અપાશે - etv bharat gujarat

તારીખ 20 મે થી ગ્રાહકો માટે બિગ બજાર, ડી માર્ટ જેવા મૉલ્સ ખોલવામાં આવશે પરંતુ આ મૉલ્સમાં એક સાથે પાંચ વ્યક્તિઓને જ પ્રવેશ મળશે.

bazar
bazar
author img

By

Published : May 19, 2020, 8:56 PM IST

અમદાવાદ: ભારતમાં લોકડાઉન 4 નો અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારથી ગુજરાતમાં તેમજ અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોન વાઇઝ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જેમાં અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને ડીમાર્ટ, બિગ બજાર, ઓશિયા મોલ જેવા સ્ટોરને હોમ ડિલિવરીની જ છૂટ આપવામાં આવી હતી. હવે કોર્પોરેશન દ્વારા આજથી ડીમાર્ટ, બિગ બજાર, ઓશિયા મોલને શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

જો કે કોર્પોરેશને આ મોલ-સ્ટોરને ચાલુ કરવા છૂટ આપી છે તેમાં માત્ર 5 વ્યક્તિઓને એકસાથે પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આટલા મોટા મોલ- સ્ટોરમાં એકવારમાં માત્ર પાંચ લોકો જ પ્રવેશે તો બહુ લાંબી લાઈનો લાગશે. મોલ- સ્ટોરમાં પ્રવેશ કરતા પહેલા ગ્રાહકોનું થર્મલ ગનથી ચેકિંગ કરવું પડશે.

સ્ટોરના તમામ કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવાનું, માસ્ક, ગ્લોઝ પહેરવા ફરજીયાત છે.સ્ટોર બહાર વેઈટીંગમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન કરાવવાનું રહેશે. કોર્પોરેશન દ્વારા મોલ- સ્ટોરમાં અવારનવાર ચેકિંગ કરવામાં આવશે જો કોઈ ગાઈડલાઈનનું પાલન નહીં થાય તો તેમની સામે એપેડેમીક એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મોલ દ્વારા વધુમાં વધુ હોમ ડિલિવરીને પ્રાધાન્ય આપવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.