ETV Bharat / city

ભૂવાએ તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું - બ્લેકમેઈલ ન્યૂઝ

ઘરના કંકાસ ક્યારેક પતિ-પત્ની વચ્ચે અંતર ઊભું કરી દે છે. એવામાં કેટલાક લોકો આ સ્થિતિનો લાભ લેવા માટે તકની રાહ જોઈને બેઠા હોય તેમ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે.

ભૂવાએ તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Mar 8, 2021, 5:51 PM IST

Updated : Mar 8, 2021, 7:13 PM IST

  • ભૂવાએ તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
  • ભૂવાની પરેશાનીથી કંટાળી યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • યુવતી ઘર કંકાસને દૂર કરવા ભૂવા પાસે ગઈ હતી
  • ભૂવાએ યુવતી પાસે રૂપિયા પણ પડાવ્યા

અમદાવાદ: જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સારા ઘરની ભણેલી-ગણેલી પરીણિતા પોતાના પતિ સાથેના ઘરેલું કંકાસને ખતમ કરવા જતા એક તાંત્રિકના સંપર્કમાં આવી હતી. આ તાંત્રિકે તેને વિધિ કરવાનું કહીને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાની સાથે તેને ફોંસલાવીને અંગત ફોટો-વીડિયો ઉતારી લીધા અને બ્લેકમેઈલ કરીને વારંવાર પરીણિતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. જેથી તાંત્રિકના ત્રાસથી કંટાળેલી પરીણિતાએ દવા ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે હાલમાં વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 3 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને સુરત સેસન્સ કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી

મોટી બહેને આપી હતી સલાહ

યુવતી અને આશિષના લગ્ન બાદ તેમની વચ્ચે નાની-નાની બાબતે ઝઘડા થવા લાગ્યા. આ વિવાદ વધતા યુવતી પિયર આવી ગઈ હતી. પિયરમાં મોટી બહેન અને અન્ય લોકોએ યુવતીને કહ્યું કે, "તારા અને આશિષ વચ્ચે જે વિવાદ છે તે માટે અમે એક ભૂવાને ઓળખીએ છીએ, તું એને મળી લે, તો તારા દરેક પ્રશ્ન હલ થઈ જશે."

આ પણ વાંચો: આણંદમાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, પોલીસે રેપ વીથ મર્ડરનો ગુનો નોંધ્યો

ભૂવાએ યુવતીને પોતાની વાતમાં ફસાવી

લગ્ન સંબંધ ખરાબ સ્થિતિમાં હોવાના કારણે યુવતી પણ માનસિક તણાવમાં રહેતી હતી. ઉપરાંત તે ફાર્મસિસ્ટ તરીકે નોકરી પણ કરતી હતી. એવામાં એક દિવસ યુવતી તેમના સમાજના ભૂવાને મળવા ગઈ હતી. ત્યાં ભૂવાએ વિધિ કરવાનું કહ્યું અને યુવતીનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. આ બાદ ભૂવો યુવતી સાથે ફોન પર મીઠી-મીઠી વાતો કરવા લાગ્યો અને ધીમે-ધીમે તેને પોતાની વાતમાં ફસાવી લીધી. આ દરમિયાન યુવતીને લઈને ભૂવો એક હોટલમાં લઈ ગયો અને તેને વિધિના બહાને કપડાં ઉતારાવ્યા અને તેના અંગત ફોટો અને વીડિયો લેવા લાગ્યો હતો.

વીડિયો બતાવીને તેને બ્લેકમેઈલ કરતો

ભૂવાએ આ વીડિયો બતાવીને તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં તે યુવતીને અલગ-અલગ હોટલમાં લઈ જઈને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતથી યુવતી સતત પરેશાન રહેતી હતી. જેથી તેણે પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને દવા ખાઈ લીધી હતી. તેની જાણ અન્ય લોકોને થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસે હાલ ગુનો નોંધી તાંત્રિકને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

Last Updated : Mar 8, 2021, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.