ETV Bharat / city

National Tournament: નેશનલ ગેમ્સ માટે આ સ્થળની કરવામાં આવી પસંદગી

ભારતીય વોટર સંઘના (Bhartiya Water Sangh) અધિકારી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આગામી સમયમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. તેમાં વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. આ ઉપરાંત આ ગેમ માટે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ જ કેમ પસંદ કરવામાં આવ્યો (Ahmedabad Riverfront National Tournament)  તે પણ વાત સામે આવી હતી.

author img

By

Published : Jul 5, 2022, 10:52 AM IST

Updated : Jul 5, 2022, 11:38 AM IST

National Tournament: નેશનલ ગેમ્સ માટે આ સ્થળની કરવામાં આવી પસંદગી
National Tournament: નેશનલ ગેમ્સ માટે આ સ્થળની કરવામાં આવી પસંદગી

અમદાવાદ : ભારતીય વોટર સંઘે (Bhartiya Water Sangh) સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત કરી હતી. જેમાં અધ્યક્ષ પ્રશાંત કુશવાહા, મહામંત્રી ભગવતસિંહ વનાર હાજર રહ્યા હતા. રોઈન્ગ તથા કાર્ય કિંગ એન્ડ કેનોઇંગના આયોજન માટે ચર્ચા કરવામાં આવી અને ગુજરાત સરકારને પણ મદદરૂપ થવા માગણી કરી હતી. આ નેશનલ ગેમ સપ્ટેમ્બર માસના (Ahmedabad Riverfront National Tournament) અંતિમ 15 દિવસ શરૂ થશે. જેમાં 60 દેશના ખેલાડી ભાગ લેશે.

નેશનલ ગેમ્સ માટે ગુજરાતના આટલા શહેરની થઈ પંસદગી

કેમ સાબરમતી રિવરફ્રન્ટ જ પસંદ - ભગવતસિંહ વનાર જણાવ્યું હતું ,કે વોટર રોઈંગ (National Tournament Water Rowing) કે અન્ય રમત માટે લાંબી અને એકદમ સીધી નદી જોઈએ. દેશમાં આવી નદી બહુ ઓછી છે. સાથે અન્ય સગવડ પણ માંડવી જોઈએ. આ રમત માટે જે સારવાર જોઈએ તે અમદાવાદમાં માળી રહે છે. કેમ કે રિવરફ્રન્ટ શહેરની વચ્ચે છે. પાર્કિંગ સગવડ છે એટલે આ સાબરમતી રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront Tournament) અમારી પહેલી પસંદ છે.

આ પણ વાંચો : AMC Standing Committee Meeting: અમદાવાદની સુંદરતામાં ઉંમેરાયું વધુ એક મોરપીંછ, PMને અપાયું વિશેષ આમંત્રણ

સરકાર સાધનો પુરા પાડવામાં મદદ કરે - વધુમાં ઉમેર્યું ગુજરાત સરકાર વોટર માટે જે સાધનોની જરૂરિયાત છે. તેમાં મદદરૂપ થાય તો ભારતીય ટીમ માટે સારી પ્રેકિટસ થઈ શકે અને તેમાંથી ભારતના ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી શકે છે. સાથે ગુજરાતના ખેલાડી પણ એક યોગ્ય પ્લેટફોર્મ મળી શકે છે. જેના કારણે અમે ગુજરાત સરકારને મદદ રૂપ થાય તે માટે અરજી પણ કરી છે. ગુજરાત સરકાર જો આ રમત માટેના સાધનોની વ્યવસ્થા કરશે તો આ જ સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તથા વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ આયોજન કરી શકાય તેમ છે. ગુજરાતના અમદાવાદ રિવરફ્રન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તર કરતાં વધુ સારી સવલતો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા જો આ રમત માટે સાધનો ફાળવવામાં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા પણ ફેડરેશન અહીં કરાવી શકે તેમ છે.

આ પણ વાંચો : AMCના અધિકારીઓનું સરપ્રાઈઝ ચેકિંગ, રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજનું કર્યું નિરીક્ષણ

60 દેશના ખેલાડી ભાગ લેશે - સપ્ટેમ્બર માસમાં યોજાનાર નેશનલ ગેમમાં 60 દેશના ખેલાડી ભાગ લેશે. જેમાં કુલ 1000થી વધુ ખેલાડી ભાગ લેશે.જેમાં કુલ 42 પ્રકારના અલગ અલગ ગેમનું આયોજન કરવામાં આવશે. જેમાં આ રમત ગુજરાતના 5 શહેરમાં યોજાશે જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Last Updated : Jul 5, 2022, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.