ETV Bharat / city

Winter Season In India 2021: શિયાળામાં આદુ, તુલસી અને ફુદીનાનો ઉકાળો સ્વાસ્થ્ય માટે છે ગુણકાર, જાણો... - શિયાળામાં મીઠાના પાણીના કોગળાના ફાયદા

શિયાળામાં શરદી, ખાંસી, ગળામાં ખારાશ જેવી સમસ્યાઓનો સામનો લોકો કરતા હોય છે. ત્યારે ETV ભારત સાથેની વાતચીતમાં સોલા સિવિલ હોસ્પિટલના આયુર્વેદિક વિભાગના મેડિકલ ઓફિસર આ બીમારીઓથી કઈ રીતે બચવું (winter health and safety tips) તે જણાવી રહ્યા છે.

Winter Season In India 2021: શિયાળામાં આદુ, તુલસી અને ફુદીનાના ઉકાળાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ
Winter Season In India 2021: શિયાળામાં આદુ, તુલસી અને ફુદીનાના ઉકાળાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ
author img

By

Published : Dec 25, 2021, 3:41 PM IST

Updated : Dec 25, 2021, 4:40 PM IST

અમદાવાદ: શિયાળો શરૂ થતાની સાથે તેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળે છે. શિયાળા (Winter Season In India 2021)માં સામાન્ય રીતે સવારે ઊઠતાની સાથે ઘણા લોકોને ગળામાં દુખાવો થાય છે. આ ઉપરાંત શરદી, કફ જામી જવો, અવાજ બદલાઈ જવો અને ગળામાં બળતરા થવી વગેરે જેવી સામાન્ય તકલીફ ઊભી થતી હોય છે. આ તમામ સમસ્યાઓ સામે કેવી રીતે રાહત (winter health and safety tips) મેળવી શકાય, તેનો જવાબ ETV ભારતે સોલા સિવિલ હોસ્પિટલના આયુર્વેદિક વિભાગ (sola civil hospital ayurvedic department)ના મેડિકલ ઓફિસર પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો છે.

વારે ઊઠતાની સાથે 2 ગ્લાસ ગરમ પાણી પીવું હિતાવહ.

શું કહે છે આયુર્વેદના નિષ્ણાંત?

સોલા સિવિલ હોસ્પિટલ (sola civil hospital ahmedabad)ના આયુર્વેદિક વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઈન્દ્રજીતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઠંડીના કારણે છીંકો આવવી, ગળાના ભાગે દુખાવો થવો, શરદી અને, કફ, માથાનો દુખાવો થવો વગેરે જેવી સમસ્યાઓ સામાન્ય છે. એવામાં સવારે ઊઠતાની સાથે 2 ગ્લાસ ગરમ પાણી (warm water benefits) પીવું હિતાવહ છે. આદુ, તુલસી અને ફુદીનાનો ઉકાળો બનાવીને પણ પીવો જોઇએ. આ સાથે શિયાળામાં ચમનપ્રાસનું સેવન (benefits of chyawanprash in winter) કરવું જોઈએ. ચમનપ્રાસમાં એ તમામ સામગ્રીઓ હોય છે જે શ્વસનતંત્રને મજબૂત બનાવવામાં ઉપયોગી છે.

મીઠું એન્ટી બેક્ટેરિયલ હોવાના કારણે કફને સાફ કરે છે

શિયાળામાં મીઠાના પાણીના કોગળા (Salt water rinse in winter) કરવાથી ગળાના ભાગમાં થતો દુખાવો અને ખરાશમાં આરામ મળે છે. મીઠું એન્ટી બેક્ટેરિયલ (antibacterial salt water) હોવાના કારણે તે કફને સાફ કરવામાં કારગર સાબિત થાય છે. આ ઉપરાંત મધ પણ લાભદાયક સાબિત થાય છે. ગળામાં ખરાશ અથવા ઉધરસ (sore throat or cough in winter) થવા પર આદુ, મધ અને લીંબુનો ઉકાળો પીવાથી રાહત મળે છે. આ સિવાય હળદરવાળું દૂધ અને હર્બલ ટીનું સેવન પણ કરી શકાય છે.

આ પણ વાંચો: સમગ્ર ગુજરાત અને દેશની તુલનાએ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો: IG પાંડિયન

આ પણ વાંચો: Gram Panchayat Election Result 2021: રાજપીપલા ખાતે 160 સરપંચોનું BJP દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું

Last Updated : Dec 25, 2021, 4:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.