અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા આમ આદમી પાર્ટી પણ પૂર્ણ રીતે તૈયારી દર્શાવી રહી છે. હજી ચૂંટણી વિભાગ દ્વારા જાહેરનામું (Election Department Notification ) બહાર પાડવામાં આવે તે પહેલાં ગુજરાતમાં અન્ય પાર્ટી કરતા આમ આદમી પાર્ટી દ્વારા પોતાના વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવી (AAP Party announced another list) રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી કુલ 41 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
12 ઉમેદવાર જાહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ 12 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હિંમતનગર વિધાનસભા બેઠક (Himmatnagar Assembly Seat) પરથી નિર્મલસિંહ પરમાર, ગાંધીનગર સાઉથમાંથી દોલત પટેલ, સાણંદ વિધાનસભા બેઠક (Sanand assembly seat) પરથી કુલદીપ સિંહ વાઘેલા, વટવા વિધાનસભા પરથી બિપિન પટેલ અમરાઈવાડી વિધાનસભા પરથી ભરત પટેલ, જ્યારે કેશોદ વિધાનસભા બેઠક (Keshod Assembly seat) પરથી રામજી ચુડાસમા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
નટવરસિંહ રાઠોડ ઠાસરા બેઠક પરથી લડશે અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો શહેરા બેઠક પરથી તખ્તસિંહ સોલંકી, કાલોલ વિધાનસભા પરથી દિનેશ બેરજા, ગરબાડા બેઠક પરથી શૈલેષ ભભોર, લીંબયાત વિધાનસભા બેઠક પરથી પંકજ ટાયડે, ગણદેવી વિધાનસભા બેઠક પરથી પંકજ પટેલ અને ઠાસરા બેઠક પરથી નટવરસિંહ રાઠોડ ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી 41 બેઠક જાહેર કર્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કુલ 4 યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભા 182 વિધાનસભા બેઠક પરથી 41 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ પહેલી એકમાત્ર પાર્ટી છે. જેમને અત્યાર સુધી 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.