અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વધુ પ્રમાણમાં કરવામાં આવી રહ્યામ છે. બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશને પણ બહારથી આવતાં મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને ઘટસ્ફોટ કર્યો છે. શહેરની હોસ્પિટલમાં અન્ય રાજ્યના દર્દીઓને વધુ સારવાર આપતાં અમદાવાદીઓને બેડ મળી રહ્યાં નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતાં બેડ અને વેન્ટિલેટર ખૂટ્યાં છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતાં બેડ અને વેન્ટિલેટર ખૂટ્યાં : AMA મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈએ સીએમ અને AMCને પત્ર લખ્યો છે જેમાં અમદાવાદના દર્દીઓ માટે વ્યવસ્થા કરવા અપીલ કરી છે. અન્ય રાજ્યોમાંથી શહેરની હોસ્પિટલમાં 250થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જો કે મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો પણ ખૂટવા પામ્યો હતો જેના માટે લોકોને તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતાં બેડ અને વેન્ટિલેટર ખૂટ્યાં : AMA