ETV Bharat / city

Basant Panchami 2022 : વસંત પંચમી એટલે સૃષ્ટિના નવસર્જનની શરૂઆત - વસંત પંચમી એટલે કામદેવ અને તેમના પત્ની રતિનું મિલન

મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી (Basant Panchami 2022). સનાતન હિન્દુ ધર્મમાં વસંત પંચમી ખૂબ મહત્વ મહત્વ ધરાવે છે. વસંત પંચમી હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને વણજોયું મૂર્હત માનવામાં આવે છે. આ દિવસને દરેક પ્રકારના શુભ કાર્ય કરવામાં આવે છે.

Basant Panchami 2022 : વસંતપંચમી એટલે સૃષ્ટિના નવસર્જનની શરૂઆત

author img

By

Published : Feb 5, 2022, 6:23 AM IST

Updated : Feb 5, 2022, 6:50 AM IST

અમદાવાદ: માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી વસંત પંચમી (Basant Panchami 2022) તરીકે ઉજવવામાં આવે છે. આ વિશેષ તહેવારમાં વિદ્યા અને કલાની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વખતે માતા સરસ્વતીને સમર્પિત વસંત પંચમી 5 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહી છે. આ દિવસને બાગીશ્વરી જયંતિ અને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Basant Panchami 2022

ઋતુઓનો રાજા એટલે વસંત

વસંતને ઋતુઓનો રાજા માનવામાં આવે છે. આ દિવસે મોટા મંદિરોમાં ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે. ઘણા ઋષિમુનિઓ વસંત પંચમીનું વ્રત ઉપાસના કરતા હોય છે.

કેવી રીતે કરવી ભગવાન વિષ્ણુની પૂજા

આ દિવસે ભગવાન વિષ્ણુના નીચે મુજબ જાપ કરવામાં આવે છે.

"ૐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ||

આ મંત્રથી ભગવાન વિષ્ણુ, બાળ ગોપાલ, કૃષ્ણ, રાધાકૃષ્ણને પીળા વસ્ત્રો અને આભૂષણોથી શૃંગાર કરવામાં આવે છે. તેમના ઉપર ગુલાબનો અભિષેક કરવામાં આવે છે.

વસંત પંચમી એટલે કામદેવ અને રતિનું મિલન

વસંત પંચમી એટલે કામદેવ અને તેમના પત્ની રતિનું મિલન થાય છે. આ દિવસે લગ્ન માટે શ્રેષ્ઠ મૂર્હત ગણાય છે. જીવ સૃષ્ટિમાં નવા જીવો ઉત્પન્ન થાય છે. આ સમયે પૃથ્વીએ એક નવતર રૂપ ધારણ કર્યું હોય છે. વૃક્ષો ઉપર ફૂલો અને નવી કૂંપળો ફૂટે છે. વિવિધ ફૂલોથી સુગંધથી ધરા મહેકી ઊઠે છે. દશે દિશાઓમાંથી સરસ સુવાસ ફેલાય છે. ખેતરોમાં ખેડૂતોએ જે મહેનત કરી હોય તે ધાન્યના બીજ ઊગી નીકળે છે. ખેડૂતોમાં આનંદ ઉત્સાહ વધી જાય છે.

આ પણ વાંચો: ડાકોર મંદિરમાં વસંત પંચમીની કરાઇ ઉજવણી

માતા સરસ્વતીની ઉપાસના

"ઓમ વીણા વાદીની નમઃ " બુદ્ધિ શક્તિ વન કળા અને સંગીતની દેવી માં સરસ્વતીનો વસંત પંચમીએ પ્રાગટ્ય દિવસે છે. એક માન્યતા પ્રમાણે બ્રહ્માજીએ માનવ પ્રજાતીની રચના કરી. તે રચનામાં કંઈક ઊણપ રહી ગઈ હશે. તે સમયે ભગવાન વિષ્ણુએ તેમને આજ્ઞા આપી કે, તમે કમંડળમાંથી જળનો છંટકાવ કરો. બ્રહ્માજીએ વિષ્ણુજીની આજ્ઞાનું પાલન કર્યું. જળનો છંટકાવ કરતા હાથમાં વિણા, પુસ્તક અને પીળા વસ્ત્રો ધારણ કરેલ દેવી ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ આ દેવીને આજ્ઞા આપી કે તમે વીણા વગાડો. દેવીએ બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કર્યું અને વીણા વગાડવાની શરૂઆત કરી. તો તે ધ્વનિથી સમગ્ર સૃષ્ટિમાં નવચેતના થઈ. વાણી ઉત્પન્ન થતા સુવાસ પ્રસરી બ્રહ્માજીએ તે દેવીનું નામ સરસ્વતી રાખ્યું. માં સરસ્વતી જ્ઞાન શક્તિ, બુદ્ધિ, કળા અને સંગીતની દેવી છે.

"ॐ ऐ सरस्वतयै नमः"

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોએ માં સરસ્વતીની પીળા વસ્ત્રો ધારણ કરીને પૂજા કરવી જોઈએ. વસંત પંચમીથી લઈને હોળી સુધી "ॐ ऐ सरस्वतयै नमः"થી રોજ એક માળા કરવી જોઈએ. માં સરસ્વતી જ્ઞાન, બુદ્ધિ શક્તિ આપે તેવી પ્રાર્થના કરવી જોઈએ.

આ પણ વાંચો: વાપીમાં નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી સાર્વજનિક સરસ્વતી પૂજા મહોત્સવનું કરાયું આયોજન

વસંત પંચમીનું વિજ્ઞાન

વસંત પંચમીનું એક વૈજ્ઞાનિક કારણ જોઈએ તો વસંત પંચમી પછી ગરમીની શરૂઆત થાય છે. ત્યારે આપણા શરીરમાં ઠંડક ન જરૂર પડે તો ગુલાલ છાંટવાથી અને ઠંડાઇ પીવાથી શરીરમાં ઠંડક મળે છે. ગરમી સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તેનું પણ વસંત પંચમી સાથેનું જોડાણ છે. આમ ધર્મ અને વિજ્ઞાન સાથે વસંત પંચમી જોડાયેલ છે.

Last Updated : Feb 5, 2022, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.