અમદાવાદ: વધતા જતા CNG ગેસના ભાવ (CNG price Hike In Gujarat) અને પોતાની માંગણી સરકાર સામે મુકવા છતાં ન સ્વીકારાતા આજે (શુક્રવાર) એક દિવસ માટે રીક્ષા ચાલક એસોશિયન અને રીક્ષાચાલકો હડતાળ (Auto Drivers Strike In Ahmedabad) પર ઉતરશે. ગુજરાત આમ આદમી પાર્ટી પણ રીક્ષાચાલકોના સમર્થનમાં આવી છે.
સરકાર આઁખ-કાન બંધ કરીને કામ કરી રહી છે- આમ આદમી પાર્ટીના પ્રદેશમંત્રી હરેશ કોઠારીએ સરકાર પર આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે, રીક્ષાચાલકોએ સરકારને અનેકવાર પોતાની માંગો (Demand Of Auto Drivers In Gujarat)ને લઈને આવેદન આપ્યું છે. તેમ છતાં આ સરકાર આઁખ અને કાન બંધ કરીને કામ કરી રહી છે, જ્યાં સુધી આંદોલન (Protest By Auto Drivers In Gujarat) કરવામાં ન આવે ત્યાં સુધી સરકાર પોતાના આઁખ અને કાન ખોલતી નથી.
આ પણ વાંચો: Jamnagar CNG Price Risen: CNGના ભાવ વધતા રીક્ષા ચાલકોએ ભાડુ વધારવાની કરી માંગ
ઉગ્ર આંદોલન સાથે રસ્તા ચક્કાજામ કરવામાં આવશે- યુનિયન (Auto Rickshaw Drivers Union Ahmedabad) ઉપપ્રમુખ કિશનભાઈ કોરીએ જણાવ્યું હતું કે, આજ દુઃખ થાય છે કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અમારે અમારા હક માટે આંદોલન કરવું પડે છે. દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી (Inflation In Gujarat)થી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. પહેલા અમારે 150માં રીક્ષામાં ગેસ ફુલ થતો હતો, તે હવે 350માં ફૂલ થાય છે. આ ભાવ વધારાના કારણે અમદાવાદ શહેર (Auto Rickshaw Drivers In Ahmedabad)માં 2 લાખ 18 હજાર જેટલા રીક્ષાચાલકો હડતાળ પર ઉતરશે, જેમાં 11 યુનિયનનું પણ સમર્થન મળ્યું છે. જો અમારી માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીને રોડ-રસ્તા ચક્કાજામ કરવામાં આવશે.
આ પણ વાંચો: Price hike in Petrol, Diesel, CNG: વડોદરામાં વિદ્યાર્થીઓએ વ્હીકલ મૂકી જાહેર સેવામાં મુસાફરી શરુ કરી
રીક્ષાચાલકોની માંગો- રીક્ષાચાલકોએ પોતાની વિવિધ માંગો સરકાર સામે મુકી હતી, પણ અત્યાર સુધી સરકાર તરફથી જવાબ ન મળતા આજે (શુક્રવાર) એક દિવસ માટે હડતાળ કરવામાં આવશે. સરકાર સામે CNGમાં કરવામાં આવેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે, CNGને GSTમાં સમાવેશ કરવામાં આવે, રીક્ષાચાલકોને CNGમાં સબસિડી (CNG subsidy to rickshaw Drivers) આપવામાં આવે અને રીક્ષાચાલકો પર જે પોલીસ દમન કરી રહી છે તે બંધ કરવામાં આવે તેવી માંગણી સરકાર સામે મુકવામાં આવી હતી.