અમદાવાદઃ આશારામ બાપુના વકીલ તરફે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી હતી કે વર્તમાન સમયમાં કોરોના ફેલાઈ રહ્યું છે અને તેમાં પણ આશારામ બાપુની ઉંમર 74 વર્ષની હોવાથી તેમને ચેપ લાગવાની સંભાવના વધારે છે અને તેમની તબિયત પણ સારી ન હોવાથી 4 મહિના માટે વચગાળા જામીન આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે થોડાક સમય પહેલા પણ આશારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઈ દ્વારા વચગાળા જામીન અરજી દાખલ કરાઈ હતી જોકે હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ દાખવતા બંનેની અરજીઓ પરત ખેંચી લેવામાં આવી હતી.
વર્ષ 2018માં જોધપુરની સ્પેશ્યલ કોર્ટે સગીર વયની યુવતી સાથે દુષ્કાર્મ કેસમાં આશારામ બાપુને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. આ ગુનામાં સહ-આરોપી સંચિતા અને અન્ય એક આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2013માં આશારામ બાપુએ સગીર વયની યુવતી સાથે દુષ્કાર્મ આચર્યું હતું.