અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતાં અમદાવાદમાં કુલ આઠ લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે તેવુ ચોંકાવનારું નિવેદન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આપ્યું છે. વિજય નહેરાએ કહ્યુ કે, અત્યારે કોરોનાના કેસ ડબલ થવાનો રેટ ચાર દિવસનો છે. છેલ્લાં 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાંયા છે અને 7 દર્દીના મોત થયા છે.
![જે પ્રમાણે કેસો વધે છે તે પ્રમાણે ૩૧ મે સુધી અમદાવાદમાં 8 લાખ કેસો થઈ શકે છે: વિજય નહેરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6922102_mc_7207084.jpg)
17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયાં, હાલ ચાર દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર કેસ નવા આવશે અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. લૉક ડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે. આજે વિજય નહેરાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોરોનાથી બચવું હોય તો ઘરમાં રહો એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
અત્યાર સુધી કોરોનાના મૃત્યુમાં પણ એવા લોકો નોંધાયાં છે કે, જેઓને અગાઉ કોઈને કોઈ બીમારી હતી. 17 એપ્રિલે 600 કોરોનાના કેસો હતા, જે 20 એપ્રિલે વધીને 1200 થઈ ગયાં છે. દર ત્રીજા દિવસે કેસ ડબલ થઇ રહ્યાં હતાં. કેસના ડબલ રેટ પ્રમાણે 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે.
અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણાં થાય છે, તેના ઉપર કાબૂ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે. જેથી કેસ ડબલીંગ આઠ દિવસ સુધી થશે. 15 મેં સુધી થતાં 50 હજાર કેસોમાં ઘટાડો થશે. ત્રીજી તારીખે જે કેસ ડબલીંગ રેટ હશે તેના ઉપર કેસ વધારાને આધાર છે. ત્રીજી તારીખ સુધી જેટલો કેસ ડબલીંગ રેટ ઓછો કરી શકીએ તેટલો કરવાનો છે. લોકોએ સાવધાન રહેવું પડશે નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.