ETV Bharat / city

બોર્ડની પરીક્ષા નજીક હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો

કોરોનાની મહામારી બાદ બંધ પડેલી શાળાઓના કેમ્પસ ફરી ધમધમતા જોવા મળ્યા છે. જેમાં સરકાર દ્વારા હાલમાં ઘોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવામાં આવી છે અને બોર્ડની પરીક્ષા નજીક હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો જોવા મળ્યો છે.

બોર્ડની પરીક્ષા નજીક હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરીમાં થયો વધારો

author img

By

Published : Jan 22, 2021, 4:54 PM IST

  • સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો થયો
  • ઘોરણ 10 અને 12માં 50 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓ હાજર રહેવા લાગ્યા
  • બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું પસંદ કરી રહ્યા છે

અમદાવાદઃ કોરોનાની મહામારી બાદ બંધ પડેલી શાળાઓના કેમ્પસ ફરી ધમધમતા જોવા મળ્યા છે. જેમાં સરકાર દ્વારા હાલમાં ઘોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવામાં આવી છે, ત્યારે સ્કૂલો શરૂ થતા શાળાઓમાં પાંખી હાજરી જોવા મળતી હતી. પરંતુ હવે બોર્ડની પરીક્ષા નજીક હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો જોવા મળ્યો છે.

બોર્ડની પરીક્ષા નજીક હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો

અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો

અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદની વેદાંત, સત્વ વિકાસ, નવરંગ, પંચામૃત કામેશ્વર જેવી અનેક સ્કૂલમાં 50 ટકા કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી છે, ત્યારે બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવાનું પસંદ કરી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સરેરાશ 54 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજરી આપવા લાગ્યા છે.

ફેબ્રુઆરીમાં ઘોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવા પર વિચારણા

ગુજરાતમાં ઘોરણ 10 અને 12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ફેબ્રુઆરીમાં ઘોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવા સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે હાલમાં ઓનલાઇન અભ્યાસથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જવાનું પસંદ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.