અમદાવાદ આ વર્ષના અંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) લઈ આમ આદમી પાર્ટી એક્શન મોડ પર જોવા મળી રહી છે. દટેક સમાજ હોય કે દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે ટાઉન હોલ કાર્યક્રમ યોજીને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સરકાર જે માંગો સ્વીકારતા નથી, તે માંગ આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ તે માંગો પૂર્ણ કરવાની ગેરંટી આપવામાં આવી રહી છે.
અમે મફતની રેવડી આપીશુ જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ( Aam Aadmi Party National Coordinator) અરવિંદ કેજરીવાલ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશની સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં (Gujarat Expensive electricity ) આપવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન, ધારાસભ્યો, સાંસદના પરિવારના લોકો બીમાર થાય તો સરકારના ખર્ચે લંડન સારવાર માટે જાય છે. ગુજરાતની જનતાને સારું શિક્ષણ, આરોગ્ય મફતમાં આપવામાં શું સમસ્યા થાય છે. આમ આદમી પાર્ટી જનતા હિત માટે અને સારી સુવિધા આપવા માટે મફતમાં રેવડી આપવી પડશે તો આપશે જ. મુખ્યપ્રધાનને 400 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવે છે. ગુજરાતની જનતાને 300 યુનિટ મફત વીજળી (Free electricity to Gujarat people ) આપવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે.
રીક્ષા ચાલકો માટે 188 કલમ હટાવાશે ગુજરાત રીક્ષા ચાલકો લઈને મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાત રીક્ષા ચાલકને લઈ જે પોલીસ દ્વારા 188 કલમ (Gujarat Rickshaw Drivers Section 188) લગાવીને હેરાન કરવામાં આવે છે. તે નાબૂદ કરવામાં આવશે. આ સાથે રીક્ષા ચાલકો લાઇન્સ કામકાજ માટે RTO જવું (Rickshaw Drivers license for RTO) પડે છે. તે જવું નહીં પડે RTO કર્મચારીઓ ઘરે આવીને લાઇન્સ લગતી કામગીરી કરી શકશે. વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હીમાં પ્રથમ વખત સરકાર બનાવવામાં રીક્ષા ચાલકો સૌથી મોટો ફાળો હતો. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા પણ રીક્ષા ચાલકો સૌથી મહત્વનો ફાળો હશે. તે મને વિશ્વાસ છે.
જે કામ ભાજપ ના કરી શક્યું તે આમ આદમી પાર્ટીએ કર્યું આમ આદમી પાર્ટીના પ્રમુખ (Aam Aadmi Party President ) ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક નવા જ પ્રકારની રાજનીતિની શરૂઆત થઈ છે. ભાજપ કે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી કોઈ સમાજ સાથે સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો નથી પણ આમ આદમી પાર્ટી આ કામ કરી રહી છે. જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. ભાજપ માટે વોટ બેંક મહત્વની છે. માણસ નહીં પણ આમ આદમી પાર્ટી માટે વોટ કરતા માણસ મહત્વનો છે. જેના કારણે આમ આદમી પાર્ટી દિવસેને દિવસે વધુ મજબૂત બની રહી છે.
લાયસન્સ માટે કાગળની જરૂર પણ દારૂ માટે નહીં વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરતમાં દારૂ ખુલ્લે આમ વહેંચાઈ (Open sale of liquor in Gujarat) રહ્યો છે. ભાજપના શાસનમાં લાઇન્સસ લેવા માટે કાગળ કરવા પડે છે, પરંતુ ગુજરાતમાં દારૂનો વેચાણ માટે કાગળ કરવાની જરૂરિયાત નથી પડતી. માત્ર સરકાર પાસે સમયસર હપ્તો પહોંચવો જોઈએ.
27 વર્ષ જનતાને મુખ બનાવવામાં આવે છે જનરલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં CNGના ભાવ જોરદાર વિકાસ કર્યો છે. જે લોકો લક્ઝ્યુરિયસ કાર ફરતા છે તેમને CNGના ભાવની ચિંતા ક્યાંથી હોય. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષ ભાજપ જનતાને મૂર્ખ બનાવી રહી છે. આમ આદમી પાર્ટીએ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે પણ લોકોના કરોડો રૂપિયાના કૌભાંડ ડાયરી આમરી પાસે છે. જ્યારે અમારી સરકાર બનશે ત્યારે તે ડાયરીના પત્તાં ખોલીશું.
રીક્ષા ચાલકના ઘરે જમવા જશે અરવિંદ કેજરીવાલ રિક્ષા ચાલક સાથે સંવાદ ( Arvind Kejriwal Conversation with Rickshaw Drivers ) કરતા હતા. એક રીક્ષા ચાલક સવાલ પૂછ્યો હતો. તમે પંજાબમાં એક રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા. તમે મારા ઘરે જમવા આવશો. અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સાથે રિક્ષામાં બેસીને વિક્રમ દંતાણીના ઘરે જમવા જશે.