અમદાવાદઃ આ વખતે સરકારે કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે જાહેર ઉત્સવો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કરોડોના તહેવારોના માર્કેટ સાથે સંકળાયેલા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. નવરાત્રિ એ ગુજરાતનો આત્મા કહી શકાય. દરેક ગુજરાતી અબાલથી લઈને વૃદ્ધો સુધી નવરાત્રિમાં ગરબે ઝૂમતાં જોઈ શકાય છે.
નવરાત્રિના ઉત્સવ સાથે એક મોટી આર્થિક વ્યવસ્થા સંકળાયેલી છે. જેમાં ખાણીપીણી બજાર, ચણિયાચોળી બજાર, લાઇટિંગ બજાર, આર્ટિફિશિયલ જ્વેલરી બજાર તેમજ સંગીત બજારનો પણ સમાવેશ થાય છે. જોકે, આ વખતે જાહેર ગરબા કરવાની પરમિશન ન અપાતા. લોકડાઉનના લીધે બેરોજગાર બનેલા નાના ધંધાદારીઓ અત્યારે પણ બેરોજગાર જ છે, તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વેપારીઓ છેલ્લી ઘડીએ પણ થોડી છૂટ આપે તો તેમનું ઘર ચાલે તેવી આવક થાય તેવી તેઓ આશા રાખી રહ્યાં છે. આર્ટિફિશિયલ જ્વેલરી સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે, જોકે ગયા વર્ષે 100 ટકા વેચાણ થયું હોય તેમ માની લઈએ તો તેની સરખામણીમાં આ વખતે ફક્ત 10 ટકા જેટલું જ વેચાણ થયું છે. 17 ઓક્ટોબરથી જ્યારે નવરાત્રી શરુ થાય છે, ત્યારે માર્કેટમાં ખૂબ જ પાંખી હાજરી આર્ટિફિશિયલ જ્વેલરીના ગ્રાહકોની જોઈ શકાય છે.
ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ફક્ત 10 ટકા જેટલું જ વેચાણ થયું છે અમદાવાદના કેટલાક પ્રખ્યાત સ્થળો જેમ કે ભદ્ર બજાર, માણેકચોક, લો-ગાર્ડન વગેરે આર્ટિફિશિયલ જ્વેલરીના મોટા બજારો છે. તેમ છતાંય આ જગ્યાએ ગ્રાહકો જોવા મળતા નથી. પરિણામે વેપારીઓએ પણ આ વખતે નવો માલ ખરીદવાનું ટાળ્યું છે અને ગયા વર્ષનો જ જ્વેલરીનો માલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. પાર્ટી પ્લોટો અને શેરી ગરબાને પણ જ્યારે મંજૂરી નથી, ત્યારે લોકો બિનજરૂરી ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે.પરંતુ જો કોરોનાવાઈરસના સંતો પણ સમયે અર્થતંત્રને ફરીથી ધબકતું કરવું હોય ત્યારે પ્રતિબંધોની જગ્યાએ ગાઈડલાઈનના પાલન સાથે છૂટછાટ આપી જરૂરી છે તો જ બજારમાં પૈસો સર્ક્યુલેટ થશે અને મંદી દૂર થશે અને નવી રોજગારીનું સર્જન થાય આર્ટિફિશિયલ જ્વેલરી સાથે સંકળાયેલા અમદાવાદના હજારો નાના વેપારીઓ અત્યારે મુશ્કેલીમાં છે અને સરકાર માર્કેટ બંધ ન કરાય તેમની પાસેથી બિનજરૂરી દંડ ન લઇને છેલ્લી ઘડીએ પણ થોડી છૂટ આપે તો તેમનું ઘર ચાલે તેવી આવક થાય તેવી તેઓ આશા રાખી રહ્યાં છે.
ભદ્ર બજાર, માણેકચોક, લો-ગાર્ડન વગેરે આર્ટિફિશિયલ જ્વેલરીના મોટા બજારોમાં ધરાકી નહીં
જો કોરોનાવાઈરસના સંક્રમણ સમયે મંદીમાંથી બહાર કાઢીને અર્થતંત્રને ફરીથી ધબકતું કરવું હોય ત્યારે પ્રતિબંધોની જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે છૂટછાટ આપવી જરૂરી છે. તો જ બજારમાં પૈસો ફરતો થશે અને નવી રોજગારીઓનું સર્જન થશે. અમદાવાદના આર્ટિફિશિયલ જ્વેલરી સાથે સંકળાયેલા હજારો નાના વેપારીઓ અત્યારે મુશ્કેલીમાં છે. તેમની માગ છે કે, સરકાર તેમના પાસેથી કોરોનાના નામે દંડ ન ઉઘરાવે, માર્કેટ બંધ ન કરાવે અને નવરાત્રીને લઇને છેલ્લી ઘડીએ પણ થોડી છૂટ આપે, તો તેમનું ઘર ચાલે તેટલી આવક થાય તેવી તેઓ આશા રાખી રહ્યાં છે.