અમદાવાદ : રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા વિદ્યાર્થીઓની હાજરી મામલે (Application for Students to Schools in HC) ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે. મુખ્ય સરકારી વકીલે ન્યાયાધીશ સમક્ષ નિવેદન કર્યું છે, કે રાજ્યની શાળાઓમાં 100 ટકા હાજરી ફરજિયાત નથી. સાથે સાથે એ પણ નિવેદન કર્યું છે કે, પરીક્ષા માટે પરિસ્થિતિને ધ્યાને રાખી પરીક્ષા માટે હાજરી ફરજિયાત નથી. શાળામાં હાજરી અંગેનો (Application in HC Regarding Attendance of Students) નિર્ણય શાળા અને વાલીઓ પર છોડવામાં આવ્યો છે.
અરજદારની રજૂઆત - સરકાર 100 ટકાની હાજરી અંગેના નોટિફિકેશન અંગે અરજદારે હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, હજુ ગુજરાતમાંથી કોરોના સંપૂર્ણપણે ગયો નથી. અને આ ડેલ્ટા અને ઓમીક્રોનના વાયરસ તો બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. જો સો ટકા હાજરી સાથે બાળકો વર્ગખંડમાં હાજર રહેશે. તો તેમના સ્વાસ્થ્ય ઉપર જોખમ સાબિત થઇ શકે છે. અને કોરોના સંક્રમિત થવાનો ભય રહે છે. તેથી સરકારે સો ટકા હાજરીનું પ્રખ્યાત નોટિફિકેશન હટાવવું જોઈએ. સાથે તાજેતરની સુનાવણીમાં એવું જણાવ્યું કે, અત્યારે સ્થિતિ સારી છે. પરંતુ આગળ જતાં કોરોના અંગેની સૂચના હોઈ શકે તે કોઈ જાણતું નથી. માટે આ અરજીએ પડતરમાં રાખવી જોઈએ.
આ પણ વાંચો : Chief Justice of HC : HCના ચીફ જસ્ટિસે 'થ્રી ઇડિયટ' ફિલ્મનો ઉલ્લેખ કરી વકીલોને કરી ટકોર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નારાજગી દર્શાવી - આ સમગ્ર મામલે હાઇકોર્ટે ટકોર કરી છે કે, અત્યારે આ શિક્ષણ વર્ષ પૂરું થવા આવ્યું છે. અને અત્યારે કોરોનાની પરિસ્થિતિ પણ કાબૂમાં છે. તેથી આ નિવેદન સ્વીકારી શકાય નહિ, માટે શાળાઓ ખૂલશે ત્યારે શું પરિસ્થિતિ હશે તે અંગે ત્યારે વિચારવાનું રહેશે. આ ઉપરાંત આની પહેલા જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે (HC Knocks Government Over School Decision) રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીના નિર્ણય સામે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે નારાજગી દર્શાવી હતી.
આ પણ વાંચો : એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર
સરકારને કોર્ટનો સવાલ : ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સવાલ કર્યો હતો કે, 'એક તરફ કોવિડના ડેલ્ટા પ્લસ ઓમીક્રોન વાયરસના કિસ્સા તો મળી જ રહ્યા છે. તો શા માટે સરકાર જોખમ લઈ રહી છે અને 100 ટકા વિદ્યાર્થીઓની (HC in School in Gujarat) હાજરીનો આગ્રહ કરી રહી છે ? શાળામાં વિદ્યાર્થીઓને હાજર રાખવા બાબત વાલીઓ પર છોડવી જોઈએ' એવું તેમને જણાવ્યું હતું. જો કે હવે આ કેસની વધુ સુનાવણી 7 માર્ચના રોજ હાથ ધરાશે.