અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આખા પરિવારનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જાણ થઈ કે, પરિવારને કોઈ લક્ષણો નથી અને બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ દર્દીના પિતાને બાદમાં જણાવી દર્દીને પોઝિટિવ છે તેમ કહી SVPમાં ફરીવાર દાખલ કરી દેવાયો હતો.
SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી: દર્દી પોઝિટિવ હોવાની જાણ ન કરતા પરિવાર થયો સંક્રમિત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતકોના પરિવારને મૃતકોના મોતના કેટલાય દિવસો પછી જાણ કરવામાં આવી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે, જ્યારે મૃતકોના દાગીનાની ચોરીની ફરિયાદો ઉઠી રહી છે. અત્યાર સુધીમાં 4થી વધુ પોલીસ ફરિયાદો થઈ ચુકી છે. સિવિલ હોસ્પિટલ પોતાની બેદરકારી માટે જાણીતી છે ત્યારે SVP પણ હવે સિવિલના નક્શા પર ચાલી રહી છે.