અમદાવાદઃ શુક્રવારથી રાજ્યમાં વધુ વોલ્વો બસો ઉપરાંત એસી સ્લીપર અને એસી સીટર બસો દોડશે. જેમાં 22 ઓગસ્ટે પ્રીમિયમ બસો શરૂ કરવાના પ્રથમ ફેઝમાં 40 બસો શરૂ કરી હતી, જેમાં હવે વધુ 40 બસો ઉમેરાતાં કુલ 80 પ્રીમિયમ બસો રાજ્યના માર્ગો પર દોડતી થઈ જશે.
શુક્રવારથી STની વધુ 40 પ્રીમિયમ બસ શરૂ થશે
કોરોના વાયરસને કારણે અપાયેલા લોકડાઉન બાદ અનલોક પ્રક્રિયામાં જુદાજુદા પબ્લિક ટ્રાન્સપોર્ટ પોતાની રીતે ટ્રાન્સપોર્ટેશનની સેવાઓમાં વધારો કરી રહ્યાં છે. જેમાં ડોમેસ્ટિક ફ્લાઇટ, સ્પેશિયલ અને ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પણ પોતાની સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારથી રાજ્યમાં એસટી વિભાગે વધુ 40 પ્રીમિયમ બસો દોડાવવાની જાહેરાત કરી છે.