- રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગે લીધી ગુજરાતની મુલાકાત
- અંજના પવારે લીધી વિવિધ જિલ્લાઓની મુલાકાત
- સફાઈ કામદારના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
અમદાવાદઃ જ્યારે સફાઈ કામદારોના જુદા જુદા પ્રશ્નો જેવા કે વારસાગત નોકરીની સમસ્યાના પ્રશ્નો તેમજ અનેક સમસ્યાઓ અંગે ( National Sweepers Commission ) સભ્ય અંજના પવારે ગુજરાતના સફાઈ કામદાર યુનિયનો સાથે ચર્ચા કરી હતી. ત્યારે અમદાવાદમાં 14 જેટલા સફાઈ કામદારોના જુદા જુદા યુનિયનો સાથે તેમ જ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે પણ તેમણે બેઠક કરી હતી અનેે તેમના પ્રશ્નોને સાંભળ્યા હતાં. અંજના પવાર સમસ્યાઓ હલ કરવાની બાંહેધરી પણ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજની બેઠકમાં જુદા જુદા સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતાં, જેથી કરીને સફાઇ કામદારોને પડતી સમસ્યાઓ અંગેના પ્રશ્નોનો તરત જ નિકાલ થઈ શકે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સભ્ય અંજના પવારની ઉપસ્થિતિમાં Meeting, સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષની ચર્ચા
અનેક શહેરોમાં જઇને ચેકિંગ કરવામાં આવશે
રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ( National Sweepers Commission ) સભ્ય અંજના પવારે વધુમાં સ્પષ્ટ કહ્યું કે આગામી સમયમાં અલગ-અલગ રાજ્યોમાં જઇને સફાઈ કામદારોના સ્થાનિક પ્રશ્નો શું છે તેમજ અનેક શહેરોમાં જઇને ચેકિંગ કરવામાં આવશે. જ્યારે હાલમાં તો જુદા જુદા અધિકારીઓને સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે આગામી સમયમાં સફાઈ કામદારોના કોઇપણ પ્રશ્નો હલ થાય તે માટે એક બેઠક કરીને જુદા જુદા અધિકારીઓને જવાબદારી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સફાઈકર્મીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા