ETV Bharat / city

અનંત નેશનલ યુનિવર્સિટીએ કોવિડ-19 ટેસ્ટિંગ સહિતની ઓક્સિજન ઓટો રિક્ષા વિકસાવી - અનંત નેશનલ યુનિવર્સિટી

ભારતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખને પાર થઇ છે. જેના કારણે કોરોનાના ટેસ્ટિંગ અને મેડિકલ વાનની સૌથી વધારે જરૂરિયાત ઊભી થઈ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અનંત નેશનલ યુનિવર્સિટીએ કોવિડ-19 ટેસ્ટિંગ સહિતની ઓક્સિજન ઓટો રિક્ષા વિકસાવી છે.

ETV BHARAT
અનંત નેશનલ યુનિવર્સિટીએ કોવિડ-19 ટેસ્ટિંગ સહિતની ઓક્સિજન ઓટો રિક્ષા વિકસાવી
author img

By

Published : Jun 14, 2020, 4:37 PM IST

અમદાવાદઃ શહેરમાં આવેલી ડિઝાઇન યુનિવર્સિટી અનંત નેશનલ યુનિવર્સિટીએ દેશને મદદ કરવા માટે એક કોમ્પેક્ટ, અસરકારક અને સંપર્ક વિનાની મોબાઇલ કોવિડ-19 પરીક્ષણ અને ઓક્સિજન સુવિધા સાથેની ઓટો રિક્ષાડિ ઝાઇન કરી છે. જે મોબાઇલ પરીક્ષણ અને ઇમરજન્સી ઓક્સિજન સુવિધા છે.

આ ઓટો રિક્ષા 2 વેરિયેશનમાં બનાવવામાં આવી છે. એક સ્વેબ કલેક્શન માટેની સુવિધા છે અને તેની કિંમત રૂપિયા 5.1 લાખ છે, જ્યારે બીજી કોવિડ-19 માટે એક્સ-રે પરીક્ષણ માટેની સુવિધા છે અને તેની કિંમત રૂપિયા 11.5 લાખ રાખવામાં આવી છે. આ વિશ્વમાં સૌથી સસ્તી સુવિધા છે અને તેથી ભારતમાં મોટા પાયે ચલાવવા માટે તે યોગ્ય છે. આ બન્ને કોઈ પણ સરકારી અથવા બિન-સરકારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવી શકે છે. જેને તેમના વિસ્તારમાં પરીક્ષણ પ્રવૃત્તિઓ કરવા માટે ICMR દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

અનંત નેશનલ યુનિવર્સિટીએ કોવિડ-19 ટેસ્ટિંગ સહિતની ઓક્સિજન ઓટો રિક્ષા વિકસાવી

સુવિધામાં ફક્ત એકસ-રે મશીન અને ઓક્સિજન સપ્લાયને હેન્ડલ કરવા માટે પ્રશિક્ષિત ડ્રાઇવર અને આરોગ્ય કાર્યકરની જરૂર છે. સ્વચ્છતાના ઉચ્ચ ધોરણોને જાળવવા માટે, દર્દીનો વિસ્તાર એક સ્વચાલિત સેનિટાઇઝર સ્પ્રે સાથે આવે છે. જે દર્દી ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે સમગ્ર વિસ્તારને જીવાણુનાશક કરે છે. આ રિક્ષામાં પાર્ટીશનો તરીકે દિવાલોને ગોઠવીને દર્દી, આરોગ્ય કાર્યકર અને વાહનના ડ્રાઇવર માટે અલગથી ચેમ્બર બનાવવામાં આવી છે.

આ ડિઝાઈન અનંત યુનિ.ના સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના ડિરેક્ટર મિનિયા ચેટર્જી અને અસોસિએટ પ્રો.ધવલ મોનાણી દ્વારા તૈયાર કરાઈ છે. અનંત નેશનલ યુનિવર્સિટીના વિઝ્યુઅલ ડિઝાઇનર અને મલ્ટિમીડિયા એસોસિએટ જોએલ ફર્નાન્ડોએ પ્રોટોટાઇપના વિકાસમાં મદદ કરી છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટના સલાહકાર અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.અનુનાયા ચૌબે છે.

સંબંધિત સુવિધાઓમાં વપરાયેલી અદ્યતન એક્સ-રે ટેકનોલોજી સાથે બનાવાયેલી ઓટો-રિક્ષા સહેલાઇથી સાંકડી ગલીઓમાં પણ જઇ શકશે. આ રિક્ષાના માધ્યમથી દરરોજ 500થી વધુ લોકોનું એક્સ-રે પરીક્ષણ કરી શકાય છે. આ ઉપરાંત આ ઓટો રિક્ષાના બન્ને સંસ્કરણો સ્ટ્રેચરથી સજ્જ છે. જેનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે કરી શકાય છે. આ ઉપકરણોને 24 કલાક ચલાવવા માટે વાહનની ટોચ પર ડીઝલ જનરેટર લગાવવામાં આવ્યું છે.

મીનીયા ચેટરજીએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે "આપણે ભારતમાં બધા માટે કોવિડ-19 પરીક્ષણની પહોંચ અને આર્થિક ક્ષેત્રના દર્દીઓ માટે ઓક્સિજનની ખાતરી કરવાની જરૂર છે. અમે વાહનની કિંમતમાં ઘટાડો કર્યો અને તેના બદલે તબીબી ઉપકરણોમાં ભારે રોકાણ કર્યું છે. જેમ કે એક્સ-રે પરીક્ષણ જે સંપર્ક મુક્ત છે અને તાત્કાલિક પરિણામો આપે છે તેમજ સ્વચાલિત સેનિટાઇઝર સ્પ્રે આપે છે. આ બસ અથવા ટ્રકમાં બાયસ્પેસિમન્સ અને પરીક્ષણ સુવિધાઓના લોકપ્રિય મોબાઇલ સંગ્રહના વિરોધાભાસી છે, જ્યાં ફક્ત વાહનનો ખર્ચ મોબાઇલ સંગ્રહ, પરીક્ષણ અને મોબાઇલ ઓક્સિજનને ખર્ચાળ અને માપવાનું મુશ્કેલ બનાવે છે.

તબીબી નિષ્ણાતો અને સંશોધન પ્રયોગશાળાઓની પેનલ સાથે પરામર્શ દ્વારા ટીમે તાત્કાલિક પરિણામો આપવા માટે COVID-19 સુવિધા માટેના એક્સ-રે પરીક્ષણ માટે જરૂરી સાધનોની ઓળખ કરી છે. ટીમે આ પરામર્શ પ્રક્રિયામાંથી મેળવેલા ઇનપુટ્સનો ઉપયોગ એક મોડેલની રચના માટે કર્યો હતો. જે ભારતની સાંકડી ગલીઓમાં પરીક્ષણ કરવા અને તાત્કાલિક પરિણામો પ્રદાન કરી શકે છે. આ પરિણામોમાં ચોકસાઈ અને તાકીદની ખાતરી કરવા માટે ઓટો રિક્ષા કટીંગ-એજ ટેકનોલોજી અને આવશ્યક તબીબી ઉપકરણોથી સજ્જ છે. હાલ રિક્ષા સંબંધિત ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે. ખાસ હાલ જ્યારે મુંબઈમાં કોરોનાના કેસ વધારે છે, ત્યારે ધારાવી જેવા વિસ્તારમાં આ રિક્ષા ઝડપથી પહોંચી શકે છે. કારણ કે, જે જગ્યાએ એમ્બ્યુલન્સ ન પહોંચી શકે, તેવા નાના રસ્તા પર આ રિક્ષા સરળતાથી જઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.