- અમદાવાદના કાંકરિયામાં મુલાકાતીઓની સંખ્યામાં થયો વધારો
- કોરોનામાં સુમસામ બનેલું કાંકરિયા ફરી થયું ધબકતું
- દરરોજના 9થી 10 હજાર લોકો લઈ રહ્યા છે મુલાકાત
અમદાવાદ: દેશમાં અને રાજ્યમાં કાળમુખી બનીને આવેલા કોરોનાના કહેરમાં અન્ય પ્રવાસી સ્થળની જેમ કાંકરિયા પરિસરને પણ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાતા સુમસામ જોવા મળતું હતું. જો કે, અનલોક બાદ કાંકરિયામાં મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. કાંકરિયા લેકફ્રન્ટમાં રોજના 9થી 10 હજાર મુલાકાતીઓ આવી રહ્યા છે. સ્થાનિક ઉપરાંત બહારગામથી પણ લોકો કાંકરિયાની વિઝીટ કરી રહ્યા છે. ગત 29 ઓગસ્ટના રોજ રવિવારે જન્માષ્ઠમીના એક દિવસ પહેલા 41 હજાર લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી.
છેલ્લા પાંચ વર્ષમાં કાંકરિયામાં મુલાકાતીઓની સંખ્યા
વર્ષ- 2016-17 | પ્રવાસીઓની સંખ્યા |
ઝુ | 19,04,130 |
નોક્ટરનલ ઝુ | 0 |
બાલવાટિકા | 5,65,216 |
બટરફ્લાય પાર્ક | 1,72,308 |
કુલ સંખ્યા | 26,41,654 |
વર્ષ- 2017-18 | પ્રવાસીઓની સંખ્યા |
ઝુ | 17,91,259 |
નોક્ટરનલ ઝુ | 2,47,442 |
બાલવાટિકા | 6,77,355 |
બટરફ્લાય પાર્ક | 1,50,107 |
કુલ સંખ્યા | 28,66,163 |
વર્ષ- 2018-19 | પ્રવાસીઓની સંખ્યા |
ઝુ | 18,31,314 |
નોક્ટરનલ ઝુ | 9,13,522 |
બાલવાટિકા | 3,81,195 |
બટરફ્લાય પાર્ક | 1,50,289 |
કુલ સંખ્યા | 32,76,320 |
વર્ષ- 2019-20 | પ્રવાસીઓની સંખ્યા |
ઝુ | 17,95,095 |
નોક્ટરનલ ઝુ | 10,44,600 |
બાલવાટિકા | 2,77,163 |
બટરફ્લાય પાર્ક | 1,19,860 |
કુલ સંખ્યા | 32,36,718 |
તંત્રને થયેલી આવક
વર્ષ | કુલ આવક રૂપિયા |
2016-17 | 4,99,46,188 |
2017-18 | 5,47,75,569 |
2018-19 | 7,05,34,686 |
2019-20 | 7,19,83,397 |
2020-21 | 1,96,26,912 |
તંત્રની આવકમાં થયો ઘટાડો
આમ હવે મુલાકાતીઓની સંખ્યા વધતા તંત્રની આવકમાં પણ ધીમે-ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, પહેલા તંત્રની તિજોરીને વર્ષે 5થી 7 કરોડની કમાણી થતી હતી. જે ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 2 કરોડની આસપાસ છે, ત્યારે આગામી દિવસોમાં તંત્રની આવકમાં વધારો થાય છે કે નહીં તે એક પ્રશ્ન છે.