ETV Bharat / city

ભાડાપટ્ટા પર રહેલા લોકો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય - leaseholders

અમદાવાદના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉકેલ લાવ્યો છે. અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી 4000થી વધુ ભાડા પટ્ટાની દુકાનો/ ગોડાઉનો/ જમીનો/ નિર્વાસીતોની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે. નિર્વાસીત મિલ્કતધારકો- દુકાનો- છૂટક જમીનોના માલિકી હક્કનો CM વિજય રૂપાણીએ ઉકેલ લાવ્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી
author img

By

Published : Aug 30, 2020, 10:43 PM IST

અમદાવાદઃ રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી ચાર હજારથી વધુ ભાડા પટ્ટાની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે. નિર્વાસીત મિલ્કત ધારકો -દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન પોતાના નિર્ણય દ્વારા મુખ્યપ્રધાને હલ કરી દીધો છે. 45 વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારોને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડા પટ્ટે આપવાનો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાને કર્યો છે. રૂપાણીના આ નિર્ણયને પગલે હવે મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે. CM રૂપાણી આ નિર્ણયના લીધે અમદાવાદમાં 4 હજારથી વધારે ભાડા પટ્ટાની મિલકતોના ભાડૂઆતો હવે કાયદેસરના માલિક બની જશે. જેને કારણે ચાર દાયકાથી આ સમસ્યાનો ઉકેલ આવતાં વર્ષો જૂની આ સમસ્યાનો અંત આવ્યો છે. હવે CM વિજય રૂપાણીના આ નિર્ણય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તૃત નીતિ જાહેર કરવામાં આવશે.

CMના અધ્યક્ષસ્થાને અમદાવાદના મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટ તેમજ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારના શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ વગેરેની યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે.

અમદાવાદ શહેરના બધા જ ઝોનમાં આવી જે મિલકતો- દુકાનો - છૂટક જમીનો છે તેમા ત્રણ કેટેગરીમા મિલકતો - દુકાનો -છુટક જમીનો આપવામાં આવેલી છે. રેન્ટથી આપેલી કે વાર્ષિક, માસિક ટોકનથી આપેલી બાંધકામ સાથેની અને પ્રીમિયમ વગરની અંદાજે 2734 મિલકતો છે. રેન્ટથી આપેલ કે વાર્ષિક, માસિક ટોકન ભાડેથી બાંધકામ વગરની અને પ્રીમિયમ સાથેની ખુલ્લી જમીનના આશરે 147 કિસ્સાઓ થાય છે. આ ઉપરાંત નિર્વાસિત સિંધીભાઈઓ- પરિવારો સહિતના નિર્વાસિતોને રેન્ટથી આપેલ કે વાર્ષિક, માસિક ટોકનથી આપેલ મિલકત અથવા ખુલ્લી જમીન જે બાંધકામ વગરની છે તેના અંદાજે 1196 કિસ્સા મળી સમગ્રતયા કુલ આશરે 4077 જેટલા આવા કેસો છે.

CM વિજયભાઈ રૂપાણીએ આવા નિર્વાસિત પરિવારો મિલ્કત ધારકો સહિત લાટી બજારના લોકો તેમજ સામાન્ય વર્ગના આવા દુકાન ધારકો પરિવારો- માનવીઓના વિશાળ વ્યાપક હિતમાં આ સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે હવે સાડા ચાર દાયકા બાદ કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડાપટ્ટે મેળવવાનો માર્ગ આવા સામાન્ય વર્ગના પરિવારો લોકો માટે ખુલ્યો છે. CM રૂપાણીએ આ દિશામાં યોગ્ય કાર્યવાહી સત્વરે નિયમાનુસાર હાથ ધરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.