ETV Bharat / city

વી.એસ.હોસ્પિટલના નવ બ્લોકને તોડી પાડવાના ટેન્ડર પર સ્ટે આપવા હાઇકોર્ટમાં અરજી, શું કહ્યું કોર્ટે? - Demolishing Nine blocks of VS Hospital

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા વી. એસ. હોસ્પિટલ કે જેનું ડીમોલેશન(VS Hospital Demolition) કરી ત્યાં નવી સાત માળની ઇમારત બનાવાનું આયોજન છે. તેને લઈને નાણાકીય રીતે સધ્ધર નહીં તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હોસ્પિટલના નવ બ્લોકને તોડી પાડવા માટેનો જે નિર્ણય તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય સુવિધાઓ બંધ થઈ જશે. જે બાબતે તેની સામે હાઇકોર્ટમાં અરજી આવી છે.

Etv BharatVS હોસ્પિટલના નવ બ્લોક તોડી પાડ્યા

author img

By

Published : Aug 5, 2022, 9:58 PM IST

અમદાવાદ: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation ) દ્વારા આ વર્ષના જૂન માસમાં વી. એસ. હોસ્પિટલમાં જે નવ બ્લોકને તોડી પાડવા માટેનું નિર્ણય લેવામાં આવ્યો છે. જો વી.એસ. હોસ્પિટલનો બ્લોકને તોડી પાડશે, તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મફત તબીબી સેવાઓ બંધ થઈ જશે. તેની સામે હાઇકોર્ટમાં અરજી(Application in Ahmedabad High Court) કરવામાં આવી છે.

આ પણ વાંચો: મહત્વના કેસમાં પણ વકીલે મારી ગુલ્લી, HCએ કરી લાલ આંખ

શું છે સમગ્ર મામલો? - આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત છે કે, નાણાકીય રીતે સધ્ધર નહીં તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વી. એસ. હોસ્પિટલમાં મફતમાં સારવાર આપવામાં આવે છે, પરંતુ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વી. એસ. હોસ્પિટલના નવ બ્લોકને તોડી પાડવા(Demolishing Nine blocks of VS Hospital) માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે થઈને AMCએ ટેન્ડર(Tender of Ahmedabad Municipal Corporation) પણ બહાર પાડેલા છે. જો વી.એસ. હોસ્પિટલને તોડી પાડવામાં આવશે, તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મફતમાં મળતી આરોગ્ય સુવિધાઓ બંધ થઈ જશે. જેના લીધે આ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

હોસ્પિટલમાં દર્દીઓના રિપોર્ટની ચકાસણી બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ - અરજદારે એ પણ રજૂઆત કરી હતી કે, VS હોસ્પિટલમાં ચાલતી લેબોરેટરીમાં(Laboratory at VS Hospital) તમામ પ્રકારના દર્દીઓના રિપોર્ટની ચકાસણી બંધ કરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ છે. જેમાં દરરોજ થોડા થોડા રિપોર્ટની ચકાસણીની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat High Court Hearing : 32 વર્ષે સરકારે ચૂકવવી પડી નિવૃત ખેતીવાડી અધિકારીને પેન્શન તફાવતની રકમ

અરજદારની અરજદારની માંગ એએમસીના ટેન્ડર સામે સ્ટે આપવામાં આવે - આ અરજીની સાથે જ એવી માંગ કરી છે કે, વી.એસને તોડવાના AMCના ટેન્ડર સામે સ્ટે આપવામાં આવે. જોકે, હાઈકોર્ટે આ વાતને હાલ સ્વીકારી નથી. આ અરજી બાદ હાઇકોર્ટે AMC અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસ અંગેની વધુ સુનાવણી પહેલી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.