ETV Bharat / city

કૃષ્ણનગરમાં ફિલ્મી ઢબે થયેલી લૂંટમાં એક આરોપી ઝડપાયો - ગુજરાત પોલીસ

અમદાવાદ શહેરમાં 20 એપ્રિલે લૂંટના બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કૃષ્ણનગરમાં હાર્ડવેરના વેપારીના મોપેડને આંતરી ટક્કર મારી હતી. રિક્ષામાં આવેલા લુટારુઓ રોકડા 4.85 લાખ રૂપિયા લૂંટી નાસી છૂટ્યા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગરમાં ફિલ્મી ઢબે થયેલી લૂંટમાં એક આરોપી ઝડપાયો

author img

By

Published : Apr 22, 2021, 10:57 PM IST

  • કૃષ્ણનગર લૂંટ મામલે એક આરોપીની ધરપકડ
  • હજુ બે આરોપી ફરાર
  • પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદઃ રાજ્યમાં લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે ગત 20 એપ્રિલે કૃષ્ણનગરમાં હાર્ડવેરના વેપારીના મોપેડને આંતરી ટક્કર મારી હતી. રિક્ષામાં આવેલા લુટારુઓ રોકડા 4.85 લાખ રૂપિયા લૂંટી નાસી છૂટ્યા હતા. વેપારીએ લુટારુઓને પકડવા માટે પ્રયાસ કર્યા હતા. જો કે તેમણે વેપારીને મુંઢ માર મારી ચાલું રિક્ષામાંથી નીચે ફેંકી દીધા હતા. કૃષ્ણનગર પોલીસે એક આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. હજુ બે આરોપી પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વેપારી પાસેથી ફિલ્મી ઢબે લૂંટારુઓ રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર

વેપારીના મોપેડને ટક્કર મારી

આ મામલે નરોડામાં સ્પર્શ રેસિડેન્સીમાં રહેતા અને ઝાંક GIDCમાં હાર્ડવેર મેન્યુફેક્ચરનો ધંધો કરતા પ્રતીક પટેલ સોમવારે મોપેડ લઈને દરિયાપુર ખાતે ઉઘરાણીએ ગયા હતા. દરિયાપુરના વેપારી પાસેથી 3 લાખ લઈ બાપુનગર ડાયમંડ માર્કેટ પાસે આંગડિયા પેઢીમાંથી 40 હજાર લઈ બપોરે લગભગ 3.30 વાગ્યે જી. ડી. હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષાચાલકે પ્રતીકભાઈની મોપેડને ટક્કર મારી દેતા તેઓ જમીન પર પટકાયા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

બે શખ્સો રિક્ષામાંથી નીચે ઊતરી તેમની પાસેથી રોકડ ભરેલી બેગ લઈ લીધી હતી અને નાસી રહ્યા હતા ત્યારે પ્રતીકભાઈએ પ્રતિકાર કર્યો હતો. જેથી લુટારુઓએ તેમને મુંઢ માર માર્યો હતો. લુંટારુઓ 4.85 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગની લૂંટ કરીને ભાગી ગયા હતા. બાદમાં પ્રતીકભાઈએ કૃષ્ણનગર પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આરોપીઓએ રેકી કરીને ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે દેવરથસિંહ કુશવાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ કેટલા લોકો લૂંટમાં શામેલ હતા અને કેવી રીતે પ્લાન ઘડ્યો તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે લૂંટના કિસ્સામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે, વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં, કૃષ્ણનગરના ભરચક વિસ્તારમાં દિન દહાડે બનેલી આ ઘટનામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વેપારીને ટક્કર મારી રિક્ષામાં આવેલા શખ્સો 4.85 લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટીને ભાગ્યા હતા. વેપારી રોડ પરથી ઉભા થઇ રિક્ષા પાછળ દોડ્યા અને રિક્ષાનો સળિયો પકડી પ્રતિકાર કર્યો હતો. 30 ફૂટ સુધી ઢસાડાયા બાદ શખ્સોએ ફેંટો મારી નાસી ગયા હતા. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરનાં મેમકો ખાતે આરોપીઓએ મોબાઈલની લૂંટ માટે કરી હત્યા

એક્ટિવા આગળ પડેલી રૂપિયાની બેગ લઈને નાશી ગયા

નાના ચિલોડા પાસે સ્પર્શ રેસિડેન્સીમાં રહેતા પ્રતીક પટેલ દહેગામ પાસે ઝાક GIDCમાં હાર્ડવેર મેન્યુફેક્ચરનો ધંધો કરે છે. સોમવારે સવારે તેઓ તેમનું વાહન લઈ દરિયાપુર ઉઘરાણી માટે ગયા હતા. આ દરમિયાન કૃષ્ણનગર જી ડી હાઈસ્કૂલ પાસેથી પસાર થતા હતા. આ સમયે, એક રીક્ષા ચાલકે પ્રતીકના એક્ટિવાને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ, રિક્ષામાંથી 2 લોકો ઉતરી પ્રતિકભાઈને ઉભા કરી તેમના એક્ટિવાની ચાવી લઈ લીધી હતી. બાદમાં, આ શખ્સો એક્ટિવા આગળ પડેલી રૂપિયાની બેગ લઈને ભાગવા લાગ્યા હતા.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આ ઘટના બાદ, પ્રતીકભાઈ ઉભા થઇ રીક્ષા પાછળ દોડયા અને આશરે ત્રીસેક ફૂટ સુધી રિક્ષાનો સળિયો પકડી પ્રતિકાર કર્યો હતો. પણ આ શખ્સોએ પ્રતીકભાઈને 3-4 ફેંટો મારી તેઓને ઇજા પહોંચાડી 4.85 લાખ રોકડા લૂંટી મેમકો તરફ ભાગી ગયા હતા. જેથી પ્રતિકભાઈએ આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા CCTV ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.