ETV Bharat / city

તહેવારોમાં AMTSની આવક ઘટી, તંત્રને મોટું નુકસાન - કોરોના ઇફેક્ટ

અમદાવાદની લાઈફલાઈન ગણાતી એએમટીએસ સર્વિસને હાલ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનમાં બધું ઠપ રહેતાં પડેલાં મારથી હજુ AMTS બેઠી થઈ નથી. દીવાળીના તહેવારો દરમિયાન આવકમાં સુધારો થવાની એએમટીએસની આશા પણ ઠગારી નીવડી છે. કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી રહેતાં લાખોની કમાણી કરતી લાલ બસ મંદીનો માર ખાઈ રહી છે.

તહેવારોમાં AMTSની આવક ઘટી, તંત્રને બહોળું નુકસાન

author img

By

Published : Nov 17, 2020, 4:08 PM IST

નુકસાની ભોગવતું એએમટીએસ તંત્ર
પહેલાં થતી હતી 20 લાખથી વધુ દૈનિક આવક
કોરોના ગાઈડલાઈનના પાલન માટે પ્રવાસીઓની સંખ્યા ઓછી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હાલ નુકશાની ભોગવી રહી છે. મહત્વનું છે કે એકસમયે રોજ લાખોની કમાણી કરતું તંત્ર હાલ નુકશાની ભોગવી રહ્યું છે. કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી રહી છે. મહત્વનું છે કે એક સમયે રોજની એએમટીએસની રુપિયા 20 લાખથી વધુની આવક થતી હતી. પરંતુ કોરોનાના વધતા જતા કેસ અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલન માટે તંત્ર દ્વારા બસની સંખ્યા ઘટાડવામાં આવી છે.

AMTSની આવક ઘટી
AMTSની આવક ઘટી
  • શનિ-રવિના અનેક રુટ બંધ રખાય છે

તો બીજીતરફ પ્રવાસીઓ પણ ઓછા હોવાના કારણે શનિવાર અને રવિવારના અનેક બસના રૂટ બંધ રાખવામાં આવે છે. એટલે એમટીએસ નુકસાન ભોગવવું હોય તેઓ પણ જાણવા મળી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોના કારણે બસમાં ચોથા ભાગના પેસેન્જર એટલે કે બસની ક્ષમતા કરતાં અડધા પેસેન્જર બેસાડવામાં આવ્યાં છે જેના કારણે હાલ તંત્રને નુકસાની ભોગવવી પડી રહી છે.

તહેવારોમાં AMTSની આવક ઘટી, તંત્રને મોટું નુકસાન
  • રોડ પર દોડતી બસોની સંખ્યા ઘટાડવામાં આવી

કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે હાલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. લોકો પણ જાહેર પરિવહનના વાહનોનો ઓછો ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે જે બસ સર્વિસ રોજના 20 લાખથી વધુ કમાતી હતી તે હાલ 10 લાખનો વકરો પણ માંડ કરી રહી છે ત્યારે એએમટીએસ તંત્રને ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.