અમદાવાદઃ અમદાવાદની શાન કહેવાતી અને અમદાવાદીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવતી AMTS બસની સેવાઓ હવે આખા અમદાવાદમાં શરૂ થઇ છે. આ સાથે જ છ મહિનાના લાંબા વિરામ બાદ આજથી બીઆરટીએસની બસ સેવા આજથી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બીઆરટીએસની 205 બસો આજથી રોડ પર દોડતી થઇ છે.
![આજથી એએમટીએસ બીઆરટીએસ બસો ચાલુ થઈ પરંતુ મુસાફરોએ જ ઉડાવ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8748235_amts_7207084.jpg)
જોકે, અત્યાર સુધી પૂર્વની બસો પશ્ચિમમાં ન જતી હોવાથી પ્રવાસીઓને હાલાકી પડતી હતી. પરંતુ બસો ચાલુ કર્યા બાદ પ્રવાસીએ જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યાં છે. આજથી નદી પરના તમામ બ્રીજ પર હાલ પૂર્વ પશ્ચિમ બસો આવજા કરશે. જોકે પેસેન્જરોની બેઠક ક્ષમતાના 50 ટકા પેસેન્જર બસમાં મુસાફરી કરી શકશે.
![આજથી એએમટીએસ બીઆરટીએસ બસો ચાલુ થઈ પરંતુ મુસાફરોએ જ ઉડાવ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8748235_amts_a_7207084.jpg)
બંને બસ સેવા ઉપલબ્ધ થઈ રહી છે. ત્યારે પ્રવાસીઓ દ્વારા જાણે કોરોના હોય જ નહીં તે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે. જોકે દરેક સ્ટેશન પર મુસાફરોનું થર્મલ ચેકિંગ થઈ રહ્યું છે સાથે જ માસ્ક અને સેનિટાઈઝરની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.