- AMTS, BRTS બસ સેવા શરૂ
- શહેરમાં જનજીવન સામાન્ય
- અમદાવાદમાં બંધને નથી મળ્યો પ્રતિસાદ
અમદાવાદઃ ખેડૂત વિરોધી કાયદો રદ કરવામાટે ગત ઘણા દિવસો દિલ્હીની સરહદ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેને સમર્થન આપવા આજે એટલે કે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ પણ બંધને સમર્થન આપી રહ્યું છે, પરંતુ અમદાવાદમાં બંધની અસર જોવા મળી નથી.
પરિવહન સેવા શરૂ
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના ચાલતા આંદોલનને સમર્થન આપવા માટે કાર્યકરો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે આજે મંગળવારે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમં પરિવહન સેવા યથાવત જોવા મળી રહી છે. શહેરમાં AMTS અને BRTSના એક પણ રૂટને બંધ કરવામાં આવ્યા નથી.