- આજથી અમદાવાદની લાઈફલાઈન AMTS-BRTS કાર્યરત
- નાગરિકો અને સ્ટાફે નિર્દેશોનું પાલન કરવું પડશે
- બસની સેવા શરૂ થતા લોકોએ રાહત મેળવી
અમદાવાદઃ કોરોનાના કારણે બસની સુવિધા બંધ કરવામાં આવી હતી. જે 82 દિવસ બાદ અમદાવાદમાં AMTS અને BRTS બસની સેવા ફરી કાર્યરત કરવામાં આવી છે. મહત્વનું છે કે, સવારથી જ બસ સેવા શરૂ થઈ જતાં લોકોએ અવર-જવર માટે અન્ય સાધનોનો વિકાસ પર પસંદ ના કરતા હવે AMTS અને BRTSમાં પ્રવાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ આજથી અમદાવાદમાં સીટી બસ સેવા ફરી શરૂ
રિક્ષા ચાલકો મન ફાવે તેમ ભાડુ લેતા હતા
AMTS અને BRTSની બસ સેવા શરૂ થતા એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બસમાં પ્રવાસ કરી રહેલા એક મુસાફરે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી રિક્ષાચાલકો બસ બંધ હોવાના કારણે મન ફાવે તેમ ભાડું વસૂલ કરતા હતા. પરંતુ હવે બસ શરૂ થઇ જતા ઓછા ખર્ચે પ્રવાસ થઇ શકશે.
સ્ટાફ પણ નિયમોનું પાલન કરતા નજરે પડ્યા
AMTS અને BRTSની બસ સેવાના મુદ્દે જ્યારે ETV Bharatએ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બસની વ્યવસ્થા અંગેની મુલાકાત લીધી, ત્યારે અહીનો સ્ટાફ કોરોના નિર્દેશોનું પાલન કરતો નજરે પડ્યો હતો. અહીં કાર્યરત સ્ટાફ માસ્ક સાથે નજરે પડ્યા તેમજ સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન પણ થતું જોવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા સીટી બસ સેવા ફરી શરૂ કરાશે
સવારનો સમય હોવાથી બસ ખાલી જોવા મળી હતી
સવારનો સમય હોવાથી બસ પણ મોટા પ્રમાણમાં ખાલી જ જોવા મળી હતી. માત્ર એકલ-દોકલ લોકો જ બસમાં પ્રવાસ કરતા સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થતું જોવા મળ્યું હતું.