ETV Bharat / city

gujarat in unseasonable rain: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે... - gujarat in cold wave

ગુજરાતમાં માવઠા બાદ વાતાવરણમા ઠંડક જોવા મળી રહી છે(gujarat in cold wave) અને વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં ગઇકાલ ગુરૂવારથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આજે સવારે પણ ઠંડીનો અહેસાસ અનુભવાય રહ્યો હતો. માવઠા પછી ઠંડીનું પ્રમાણ વધવાથી અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (gujarat in Rainfall forecast ) કરવામાં આવી છે.

Change in the atmosphere of Gujarat: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે...

author img

By

Published : Dec 2, 2021, 2:13 PM IST

  • હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ
  • ઠંડા પવનો ફૂંકાતા લોકોમાં ઠંડીનો ચમકારો મળ્યો જોવા
  • વરસાદના કારણે અનેક શહેરો બન્યા હિલ સ્ટેશનો

અમદાવાદ: અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો (Change in Weather of Gujarat) જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા(gujarat in unseasonable rain) મળી રહી છે. રાજ્યમાં વાદળ છાયા વાતાવરણની સાથે ઝરમર વરસાદ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જેમાં આજે પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી રહી છે તેમજ તેના કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે.

ક્યાં શહેરમાં કેટલું તાપમાન જાણો...

શહેરનું નામમિનિમમ તાપમાનમેક્સીમમ તાપમાન
અમદાવાદ 16.034.0
વડોદરા20.029.0
સુરત21.031.0
રાજકોટ21.029.0
ભુજ19.030.0
દ્વારકા23.0 28.0

ગરમીનો પારો 5થી 8 ડિગ્રી ગગડતાં ઠંડકમાં થયો વધારો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી લઇ મધ્યમ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 5થી 8 ડિગ્રી ગગડતાં ઠંડકમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આગાહીની સાથેજ અમુક વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં 8.8 ડિગ્રી ગગડીને 22.2 ડિગ્રી પહોંચ્યું હતું, જયારે લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાતા શહેરમાં ઠંડકમાં વધારો થયો હતો. અમદાવાદમાં આ પહેલા પણ 2017માં 11 મી.મી. વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો : Unseasonal Rain in gujarat : કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકાર કરશે કૃષિ સર્વે : અગાઉના માવઠામાં કોઈ નુકશાન નહિ

આ પણ વાંચો : જામનગરમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.